તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રાજ્યના વન વિભાગમાં મોટાપાયે ફેરફારઃ ૯ આઈએફએસ અધિકારીઓની બદલી- બઢતીના આદેશ
ડો.મોહનરામની બઢતી સાથે જૂનાગઢ સર્કલના કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિમણુંક

ગાંધીનગર તા.૮: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડીને ભારતીય વન સેવા (આઈએફએસ) ના ૯ જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. આ આદેશમાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સીસીએફ) અને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સીએફ) કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
બદલી અને નિમણૂકની મુખ્ય વિગતો
શ્રી એસ. મનીશ્વરા રાજાઃ જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શ્રી રાજાની બદલી ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર (પીએમયુ-પીઈઆરજી) તરીકે કરવામાં આવી છે.
ડો. સંદીપ કુમારઃ કચ્છ સર્કલ (ભુજ) ના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની બદલી વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે કરવામાં આવી છે.
ડો. અંશુમન શર્માઃ વડોદરા સર્કલના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને બઢતી આપીને કેવડિયા (વડોદરા) ખાતે વાઇલ્ડ લાઈફ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો પગાર ધોરણ લેવલ- ૧૪ (૧,૪૪,૨૦૦ થી ૨,૧૮,૨૦૦) રહેશે. તેઓ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ (જીએસએફડીસી) ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
બઢતી સાથે નવી જવાબદારીઓ
ડો. ધીરજ મિત્તલઃ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટમાંથી બઢતી મેળવીને તેમને કચ્છ સર્કલ (ભુજ) ના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. અહીં જગ્યાને ડાઉનગ્રેડ કરીને સીસીએફ ને બદલે સીએફ ગ્રેડ કરવામાં આવી છે.
ડો. મોહન રામઃ ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર પદ પરથી બઢતી આપીને જૂનાગઢ સર્કલના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિમવામાં આવ્યા છે. જૂનાગઢની આ જગ્યા પણ હંગામી ધોરણે ડાઉનગ્રેડ કરવામાં આવી છે.
સુશ્રી નિશા રાજઃ મહીસાગર ડિવિઝનના ડીસીએફ પદેથી બઢતી આપીને વડોદરા ખાતે ર્વકિંગ પ્લાનના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ જીએસએફડીસી ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
અન્ય મહત્વના ચાર્જ
ડો. પ્રિયંકા ગહેલોતઃ ગોધરા ડિવિઝનના ડીસીએફ હવે મહીસાગર ડિવિઝન (લુણાવાડા) નો વધારાનો હવાલો પણ સંભાળશે.
શ્રી પ્રશાંત તોમરઃ ગીર (પヘમિ) ડિવિઝનના ડીસીએફને સાસણ ગીરના સેન્ચ્યુરી સુપરિન્ટેન્ડેન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ડો. પ્રબુદ્ધ એચ. આર.: હાલ બેંગલુરુમાં ફરજ બજાવતા આ અધિકારીને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ હુકમ રાજ્યના રાજ્યપાલશ્રીના આદેશથી વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
