<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

લંડનમાં રહેતા માસ્‍ટર માઈન્‍ડ વિરુદ્ધ લુક આઉટ નોટિસઃ ઇન્‍ટરપોલની મદદ લેવા સીપી દ્વારા તાકીદે નિર્ણયઃ સનસનાટી

સુરતની ડ્રગ્‍સ ફેક્‍ટરીનું ઘૂંટાતું રહસ્‍યઃ એક યુવતીની કોલ્‍સ ડિટેલ્‍સની ચકાસણીઃ વધુ ધડાકા ભડાકા થવાની સંભાવના વ્‍યક્‍ત કરતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તુષાર પંડયા ટીમની અદભુત કામગીરી

રાજકોટ, તા.૮: સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન અંતર્ગત સ્‍થાનિક પોલીસ સાથે SOG, DCB, સહિતની બ્રાન્‍ચો દ્વારા આ પુરજોશમાં ચાલતી કામગીરી દરમિયાન સુરતના પર્વત પાટીયા વિસ્‍તારમાં આવેલ એક શોપિંગ સેન્‍ટરમાં પોલીસ કમિશનર અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચૌધરીની બાતમી આધારે અશોક ચોધરી, અને તં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તુષાર પંડયા સહિતના સ્‍ટાફ ડ્રગ્‍ડની વિશાળ ફેક્‍ટરી ઝડપી પાડવાના પગલે આ ડ્રગ્‍સ ફેક્‍ટરીના માસ્‍ટર માઈન્‍ડ લંડન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા ખળભળાટ મચી ગયો છે.  

દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક તાકીદની બેઠક ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તુષાર પંડ્‍યા પાસેથી સમગ્ર વિગતો મેળવી હતી, ત્‍યાર પછી આ બેઠકમાં લંડન સ્‍થિત વોન્‍ટેડ જાહેર કરાયેલ માસ્‍ટર માઈન્‍ડ વિરુદ્ધ લુક આઉટ નોટિસ કાઢવા સાથે પોતાનો ઇન્‍ટરપોલ સુધીના કોન્‍ટેક્‍ટ આધારે અનુપસિંહ ગેહલોત દ્વારા ઇન્‍ટરપોલ સુધીની પ્રક્રિયા કરવા કેન્‍દ્રની એજન્‍સીઓ સાથે કોન્‍ટેક્‍ટ કરવા પ્રક્રિયા હાથ ધરેલ. દરમિયાન ફેક્‍ટરી પ્રીમસીસમાં ભાડે રહેતી એક યુવતીની કોઈ સંડોવણી છે કે કેમ? તે જાણવા કોલ્‍સ ડિટેલ્‍સ મેળવવા તજવીજ હાથ ધરવા સાથે વોન્‍ટેડને પકડવા વિવિધ ટીમો બનાવવામાં આવી છે.

અત્રે એ યાદ રહે કે ચાલુ માસના પ્રથમ દિવસે અમરોલી વિસ્‍તારમાંથી ઝડપાયેલ ૨૩૬.૭૮૦ ગ્રામ ડ્રગ્‍સ સાથે ઝડપાયેલ જીલની વિશેષ પૂછપરછ કરતા ચોંકાવનાર ખુલાસા.

Sog એ ડ્રગ્‍સ સપ્‍લાય કરનાર ખુશાલ રાણપરિયા અને ભરત લાઠીયા ને પણ વોન્‍ટેડ જાહેર કર્યા.

લેબમાંથી હાઈ પ્‍યુરિટી ક્રિસ્‍ટલ ડ્રગ્‍સ બનાવવા વપરાતા અલગ અલગ કેમિકલ સહિતનો સામાન મળી ૨.૯૨ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.

પહેલી જાન્‍યુઆરીએ અમરોલી છાપરા ભાઠા થી ૨૩૬.૭૮૦ ગ્રામ ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા જીલ ભુપત ઠુમ્‍મર ની તપાસમાં થયો હતો મોટો ખુલાસો.

જ્‍યાં આરોપીની ઊંડાણપૂર્વકની તપાસમાં પોલીસ ડ્રગ્‍સ બનાવતી ફેક્‍ટરી સુધી પોહચી. તપાસમાં વધુ ચોકાવનારા ખુલાસા થવાની શકયતા હોવાનું પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યું છે.

(10:59 AM IST)