તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
સુરતમાં જાહેરમાં હત્યા કરનાર શખ્સને મહારાષ્ટ્રમાંથી ૨૩ વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉઠાવી લાવી
વિધિની વક્રતા તો જુવોઃ મૂળ વતની ઉતર પ્રદેશઃ બે દશકા પહેલા જાહેરમાં હત્યા કરી સુરતમાં અને ડ્રાઈવર બની છુપાયો મહારાષ્ટ્રમાં, આમ છતાં તે ક્રાઇમ બ્રાન્ચના કાનૂની પંજાથી બચી ન શકયો જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળની ટીમના પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા તથા સ્ટાફની કાબિલેદાદ કામગીરીથી અભિનંદન વર્ષા નો વોન્ટેડ ઇન સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન સફળતાના વિક્રમો સર્જવા તરફ દોટ મૂકી રહ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આરોપી મીરારોડ-કાશીમીરા વિસ્તારમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને સામાન્ય જીવન જીવતો દેખાતો હતો, જેથી કોઈને તેની ભૂતકાળની ગુનાહિત ઓળખની શંકા ન થાય, ક્રાઈમ બ્રાન્ચે જૂના કેસોની સમીક્ષા દરમ્યાન આ હત્યાના કેસને ફરી સક્રિય કર્યો હતો

રાજકોટ, તા.૭: નો ડ્રગ્સ ઈન સુરત, નો હાર્ડ કોર ક્રિમીનલ ઈન સુરત અને નો વોન્ટેડ ઇન સુરત જેવા વિશિષ્ટ પ્રકારના અભિયાન ઇતિહાસમાં સર્વ પ્રથમ સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા આવિષ્કાર કરી, તે અભિયાનમાં વર્ષોથી વોન્ટેડની પ્રાયોરીટી નક્કી કરી તેની જવાબદારી કઈ ટીમને સોંપવી તે વિશાળ અનુભવને કારણે સુપેરે જાણતા હોવાથી તેના અદભુત પરિણામ વધુ એક વખત મળ્યા છે.
જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ જાડેજા અને તેમની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ ટીમ દ્વારા ટેક્રિકલ સર્વેલન્સ અને બાતમી નેટવર્ક આધારે મહારાષ્ટ્રના થાણેમાંથી જાહેરમાં ત્રિશુલ વડે સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં હરતા કર્યો પછી બે દસકા સુધી વોન્ટેડ રહેનાર આરોપીને વિશેષ ઓપરેશનમાં ઝડપી લેતાં અભિનંદન વર્ષા થયેલ છે. મૂળ ઉતરપ્રદેશના કુંજ ઉર્ફે સંજુ ઉર્ફે સંજુ બેજનાથને તેના ઘેરથી પકડી પાડવામાં આવ્યો છે.

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
