News of Wednesday, 7th January 2026
નોકરી વાંચ્છુકો માટે ખુશખબર: ગુજરાત પોલીસમાં ૮૭૦ જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ પી.એસ.આઈ. અને ટેકનિકલ ઓપરેટર સહિત કુલ ૮૭૦ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ ૮૭૦ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાયરલેસ પી.એસ.આઈ.ની ૧૭૨ જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટરની ૬૯૮ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પી.એસ.આઈ. મોટર ટ્રાન્સપોર્ટની ૩૫ તથા હેડ કોન્સ્ટેબલ મિકેનિક ડ્રાઈવરની ૪૫ જગ્યાઓ પર પણ ભરતી થશે. ઉમેદવારોએ તારીખ ૯ જાન્યુઆરી થી ૨૯ જાન્યુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
