તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 6th January 2026
રાજપીપળામાં વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા વેપારીઓ અને લોકો હેરાન
દૂધ ડેરી, કોલ્ડ્રિંક્સ, આઇસક્રીમ, વેલ્ડીંગ, ઝેરોક્ષ સહિત નો ધંધો કરતા વેપારીને મંદીની સિઝનમાં આર્થિક ફટકો

( ભરત શાહ દ્વારા )નર્મદા : હાલમાં ઘણા સમયથી રાજપીપળા શહેરમાં વીજ કંપનીની લાલીયાવાડીથી વીજ પુરવઠો ખોરવાયા બાદ કલાકો સુધી નહીં આવતા વેપારીઓ અને લોકો હેરાન થઈ રહ્યા છે
મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરમાં ઘણા સમયથી ગમે તે સમયે લાઈટ જવાની સમસ્યા જોવા મળી છે જોકે ટેક્નિકલ કારણોસર લાઇટ જાય તે સ્વાભાવિક છે પરંતુ વારંવાર લાઈટ જવાની તકલીફ વીજ કંપનીની લાલીયાવાડી છતી કરે છે. જોકે લાઈટ ગયા બાદ કલાકો સુધી નહીં આવતા વીજ કંપનીનો સ્ટાફ ગોકળગાય ની ગતિ એ કામ કરતો હશે કે સ્ટાફ ઓછો હશે તેમ જણાય છે ત્યારે વીજ બિલ ભરતા ગ્રાહકોને યોગ્ય સર્વિસ નહીં આપતા વીજ કંપનીના અધિકારીઓ આળસ ખંખેરી આ સમસ્યાનો હલ મેળવી ગ્રાહકોને પૂરતી સર્વિસ મળે તે દિશા માં ધ્યાન આપે.
વારંવાર ખોરવાતા વીજ પુરવઠા ના કારણે દૂધ ડેરી, કોલ્ડ્રિંક્સ, આઇસક્રીમ, વેલ્ડીંગ, ઝેરોક્ષ સહિત નો ધંધો કરતા વેપારીને મંદીની સિઝનમાં આર્થિક ફટકો વેઠવો પડે છે માટે વીજ કંપનીના અધિકારીઓ ગ્રાહકો ને ઝડપી સર્વિસ મળે તે બાબતે ઘટતું કરે તેવી લોકમાંગ છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
