તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
સામોટમાંથી રૂ. 5.56 લાખના દારૂના મુદામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિઓને અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપેલ જે અનુસંધાને વાય.એસ.શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો મોઝદા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે એક બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર MH-17-AZ-1610 સાથે બે ઇસમો (૧) ગાડીનો ચાલક જીગ્નેશ બામણ્યા વસાવે રહે.નિંબાપાટી, માથાકુંડપાડા ફળીયુ, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) વિજય લસમા વસાવે રહે.કંજાની, ઉમરગવાણ ફળીયુ, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને ગેરકાયદેસર અંગ્રેજી દારૂ અને બોલેરો ગાડી મળી કુલ રૂપીયા. ૫,૫૬,૧૧૨/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે પકડી બંને વિરૂધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો છે.
સ્થળ ઉપર પકડાયેલ આરોપી: (૧) જીગ્નેશ બામણ્યા વસાવે ઉ.વ.૨૨ રહે.નિંબાપાટી, માથાકુંડપાડા ફળીયુ, પોસ્ટ. મોરમ્બા તા.અક્કલકુવા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )(૨) વિજય લસમા વસાવે ઉ.વ.૨૧ રહે.કંજાની, ઉમરગવાણ ફળીયુ પોસ્ટ. મોલગી તા.અક્કલફુવા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )
વોન્ટેડ આરોપી : (૧) દિનેશભાઇ માકતીયાભાઇ રાઉત રહે. મોગરા પોસ્ટ. મોગરા તા.અક્કલકુવા જી.નંદુરબાર
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
