તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 6th January 2026
ગાંધીનગરમાં રોગચાળો વધ્યા બાદ અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળાની આશંકાએ તંત્ર સફાળું જાગ્યું
તંત્રએ 400 કિલો અખાદ્ય બટાટા અને 300 લીટર પાણીનો નાશ કર્યો :બહેરામપુરાના કેલિકો મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડી આશરે 20થી 25 પાણીપુરી અને પકોડી બનાવતા એકમોની તપાસ કરી

ગાંધીનગરમાં રોગચાળો વધ્યા બાદ અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળાની આશંકાએ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે બહેરામપુરાના કેલિકો મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડી આશરે 20થી 25 પાણીપુરી અને પકોડી બનાવતા એકમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન નરી ગંદકી અને દુર્ગંધ વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થવાનો ચોંકાવનારો ખુલાસો થયો.
પાણીપુરીના મસાલામાં સડેલા બટાટા અને ચણાનો ઉપયોગ થતો હોવાનું તેમજ પુરી તળવા માટે કાળું તેલ વપરાતું હોવાનું સામે આવ્યું. તૈયાર પુરીઓ અને પાણી ગંદા પીપડાંમાં સંગ્રહિત કરવામાં આવતા હતા. તંત્રએ 400 કિલો અખાદ્ય બટાટા અને 300 લીટર પાણીનો નાશ કર્યો છે અને સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે. તંત્રનો દાવો છે કે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
