તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC) ની પ્રથમ બેઠક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ
વહીવટી સીમાઓનું ફ્રીઝિંગ, પ્રી-ટેસ્ટના પરિણામ, તાલીમ માટેની તૈયારીઓ, વસ્તી ગણતરીના કર્મચારીઓની નિમણૂંક અને માનવબળ વગેરેને દર્શાવતું સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન અપાયું

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC) ની પ્રથમ બેઠક આજે ગુજરાતના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં SLCCC ના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્ય વસ્તી ગણતરી સંયોજક, RIC તેમજ મહેસૂલ વિભાગના પદાધિકારી સચિવ રાજેશ મંજુ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતના DCO ડિરેક્ટર સુજલ જે મયાત્રાએ 2027ની વસ્તી ગણતરી માટેની વ્યૂહરચના, વહીવટી સીમાઓનું ફ્રીઝિંગ, પ્રી-ટેસ્ટના પરિણામ, તાલીમ માટેની તૈયારીઓ, વસ્તી ગણતરીના કર્મચારીઓની નિમણૂંક અને માનવબળ વગેરેને દર્શાવતું સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન આપ્યું હતું. વિવિધ વિભાગો સાથે HLO ના સમયગાળા સહિતની પદ્ધતિઓ અને તૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતે મુખ્ય સચિવે ડિરેકટોરેટની તૈયારીઓની પ્રશંસા કરી હતી.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
