<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા

દાહોદમાં કોંગ્રેસની જનઆક્રોષ યાત્રા દરમિયાન વસાવાને અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો: મહેશ વસાવા BTPના સ્થાપક છોટુ વસાવાના પુત્ર

દાહોદ : આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. દાહોદમાં કોંગ્રેસની જનઆક્રોષ યાત્રા દરમિયાન વસાવાને અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. કાળી મહુડીની સભા દરમિયાન મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ વસાવા BTPના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડા બેઠકથી પરથી ધારાસભ્ય રહ્યાં હતા. લોકસભા ચૂંટણી પહેલા તેઓ BTP છોડી ભાજપમાં જોડાયા હતા. 2025માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ કહ્યું કે ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓને એક કરી લડત આપશે.

આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે કહ્યું કે મહેશ વસાવા કોંગ્રેસના નિશાન પર ચૂંટણીમાં લડવા માગે છે. જેથી કોંગ્રેસમાં જોડાયા છે. એક સમય હતો કે મહેશ વસાવા પિતાની બીટીપી પાર્ટીમાં હતા, ત્યારબાદ તેમણે પિતાની પાર્ટીનો સાથ છોડી ભાજપમાં ગયા અને હવે ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા છે. 

(7:35 PM IST)