તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
ટીવી, વિવાદ અને બેફામ શબ્દોથી દૂર રહીને માત્રને માત્ર વિરમગામ વિધાનસભાના વિકાસ કામોમાં વ્યસ્ત થઈ ગયો છું : ધારાસભ્ય હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ડઢાણા ગામથી ૧.૭૮ કરોડના વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧.૨૮ કરોડના ખર્ચે ડઢાણા-વિંછણ રોડ અને શીણજ ગામના પરા આનંદપુરા ગામે ૫૦ લાખના ખર્ચે એપ્રોચ રોડનું કામ થશે.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે હજુ ગણતરીના દિવસો પહેલા જ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંડલથી ૫૦૦ કરોડના કામોનું ભૂમિ પૂજન કર્યું છે અને આવનાર ૨ મહિનાના ગાળામાં ડઢાણા આસપાસના ગામોમાં ૧૫ કરોડના ખર્ચે કાનપુરા-શીણજ રોડ, ઝાંઝરવા-ચાંદળકી રોડ, કાનપુરા-ડેડાણા રોડ, ડઢાણા-ઝાંઝરવા રોડ, જાલીસણા-વિંછણ રોડ અને હરિપુરા એપ્રોચ રોડના કામનું ભૂમિ પૂજન થશે. આજના પ્રસંગે માંડલ તાલુકા ભાજપના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
