<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અમદાવાદ એડવર્ટાઇઝીંગ વેલફેર સર્કલ એસો. દ્વારા એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬

૩૫ વર્ષના ઇતિહાસની ગોૈરવસભર ઉજવણી : વિવિધ કેટેગરીમાં કુલ ૩૯ એવોર્ડસ એનાયત કરાયા

અમદાવાદ : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (એએસીએ) દ્વારા આયોજિત ભવ્‍ય ફેસ્‍ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્‍સ ૨૦૨૬ - ગ્રાન્‍ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગ એએસીએના ૩૫ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી.

આ ફેસ્‍ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઇન્‍ડસ્‍ટ્રીમાં જોરદાર મોમેન્‍ટમ સર્જયુ હતું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્‍સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્‍સ અને એડવર્ટાઈઝર્સ એક મંચ પર એકત્રિત થયા અને ગુજરાતની એડવર્ટાઈઝિંગ ફ્રેટરનિટીએ ક્રિએટિવિટી, કોલોબ્રેશન અને વેલ્‍યુ-ડ્રિવન ગ્રોથના સાડા ત્રણ દાયકાના યોગદાનની ભવ્‍ય ઉજવણી કરી. ગ્રાન્‍ડ રેડ કાર્પેટ વેલકમ, એંગેજિંગ એન્‍ટરટેઇનમેન્‍ટ અને જીવંત સંવાદોએ સમગ્ર વાતાવરણને ઉત્‍સવમય બનાવી દીધું હતું.આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં પ્રિન્‍ટ, ટેલિવિઝન-સિનેમા, રેડિયો, આઉટડોર અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ કેટેગરીઝમાં શ્રેષ્ઠ કાર્ય બદલ કુલ ૩૯ એવોર્ડ્‍સ એનાયત કરવામાં આવ્‍યા. નોમિનેશન અનાઉન્‍સમેન્‍ટ્‍સ અને એવોર્ડ પ્રેઝન્‍ટેશન દરમિયાન ઉત્‍સાહ પીક પર હતો અને અનેક ઇમોશનલ તથા મેમોરેબલ મોમેન્‍ટ્‍સ જોવા મળ્‍યા, જેનાથી એડવર્ટાઈઝિંગ એજન્‍સીઓની ક્રિએટિવ જર્નીને ગૌરવપૂર્ણ ઓળખ મળી. આ વર્ષે પ્રથમ વખત સેન્‍ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છની એડવર્ટાઈઝિંગ એજન્‍સીઓને એએસીએ દ્વારા વિશેષ પ્‍લેટફોર્મ આપવામાં આવ્‍યું અને ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસમાં તેમના યોગદાન બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા.

એએસીએ મીડિયા એવોર્ડ્‍સ ૨૦૨૬ને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ એ સાબિત કરે છે કે ગુજરાતની એડવર્ટાઇઝિંગ ઇન્‍ડસ્‍ટ્રી આજે માત્ર ક્રિએટીવ રીતે આગળ નથી, પરંતુ સ્‍ટ્રેટેજિક વિઝન અને ઇમ્‍પેક્‍ટ સાથે રાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની દ્રઢ ઓળખ સ્‍થાપિત કરી ચૂકી છે. એવું શ્રી મનિષ ગાંધી, પ્રમુખ-એએસીએએ જણાવ્‍યું હતું.

તમામ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર મળેલા વ્‍યાપક કવરેજના કારણે ફેસ્‍ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ને મજબૂત નેશનલ રેકગ્નિશન મળ્‍યું અને એએસીએ દેશના ક્રિએટિવ મેપ પર પોતાની વિશિષ્ટ ઓળખ સ્‍થાપિત કરી હતી.

આ અવસરે એએસીએ દ્વારા આવનારા સમયમાં કોફી ટેબલ બુક, ક્રિએટિવ સ્‍પાર્ક, બ્‍લડ ડોનેશન ડ્રાઈવ, લેજેન્‍ડ ટોક-શો અને એએસીએ ક્રિકેટ કાર્નિવલ જેવી પહેલોની જાહેરાત પણ કરવામાં આવી, જે ક્રિએટિવિટી, સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી અને ઇન્‍ડસ્‍ટ્રી કોલોબ્રેશન પ્રત્‍યેની એએસીએની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. તેમ અંતમાં જણાવાયું છે.(તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ)(

(4:21 PM IST)