તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
જિલ્લા પંચાયતના ભાજપના સભ્યોને પ્રદેશનું તેડુઃ કાલે સોમનાથમાં બેઠક
નરેન્દ્રભાઇના કાર્યક્રમ અંગે જગદીશ વિશ્વકર્મા માર્ગદર્શન આપશે

રાજકોટ, તા.૬: ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે બુધવારે વિવિધ શ્રેણીમાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારી ઓને કાલે તા.૭ બુધવારે બોલાવવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્યોનો સમાવેશ થાય છે. કાલે સવારે ૧૦ વાગ્યે કાજલી માર્કેટયાર્ડ, તાલુકો વેરાવળ, જિલ્લો સોમનાથ ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સંગઠન પ્રમુખો, વગેરે અપેક્ષિત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવનાર સમયમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તા.૧૧. ૦૧.ને રવિવારે સવારે સનાતન પરંપરાના પ્રથમ જયોતિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે અને શોભાયાત્રામાં ભાગ લેશે અને કાર્યકર્તાઓને મળશે. તે કાર્યક્રમના ભાગરૂપે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા બેઠક લેવાના છે. બેઠકમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને બોલાવાયા છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
