<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

દમણના ડાભેલની ટોટલ પેકેજીંગ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી: બાજુમાં આવેલી યસ પેકેજીંગમાં પણ આગ પ્રસરી

આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી :દમણ, વાપી સહિતની 7થી વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો

દમણના ડાભેલની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ટોટલ પેકેજીંગ નામની કંપનીમાં લાગી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બાજુમાં આવેલી યસ પેકેજીંગમાં પણ આગ પ્રસરી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કંપની પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલ બનાવે છે. દમણ, વાપી સહિતની 7થી વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.

(7:37 PM IST)