તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં : પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મોટી બેઠક
અમદાવાદ ભાજપના તમામ ધારાસભ્યો,મનપાના પદાધિકારીઓ સાથે ઝોન વાઈઝ બેઠક : શહેરના વિકાસકાર્યો અને પ્રશ્નો અંગે બેઠકમાં થશે ચર્ચા

અમદાવાદમાં આગામી મનપાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવ્યું છે, આજે અમદાવાદના પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપના ધારાસભ્યો અને મનપા પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ ભાજપના ધારાસભ્યો – મનપા પદાધિકારીઓ સાથે ઝોન વાઇઝ બેઠક યોજશે. બેઠકમાં મનપા પ્રભારી રજની પટેલ, સત્તાધારી ભાજપ પક્ષના નેતા, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને પ્રશ્નો અંગે બેઠકમાં થશે ચર્ચા
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
