<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

સાગબારામાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે સ્વીકાર્યું કે... સાચા આદિવાસી બાળકોને આદિવાસીના દાખલા મેળવવામાં તકલીફ પડે છે

(  ભરત શાહ દ્વારા )નર્મદા : આદિજાતિ વિકાસ વિભાગ ના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ના ચોપડવાવ ગામે રૂપિયા 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અધ્યતન શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું  હતું. જેમની સાથે સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા, કલેક્ટર એસ.કે. મોદી, મોતીસીહ વસાવા, પર્યુષાબેન વસાવા, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

    મંત્રી નરેશભાઈ પટેલે શાળા સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી સંસ્થાઓ આદિજાતિ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ અભ્યાસ અને સમાન તક પૂરી પાડીને તેમના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર શિક્ષણ સાથે આવાસ, ભોજન, ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સુરક્ષિત ભવિષ્ય નિર્માણ થાય તે માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સાથે મંત્રી નરેશભાઈ  પટેલે આદિવાસી દાખલાઓ  મેળવવા તકલીફ બાબતે જણાવ્યું કે હું જાણું છું કે હાલ આદિવાસી બાળકો ને આદિવાસી ના દાખલા મેળવવા ની ખૂબ તકલીફ પડે છે. પરંતુ એ  દિશામાં અમે કામગીરી કરીએ છે. બહુ જલ્દી નવા નિયમો લાવીશું. અને આ કાયદો 2018 માં લાવ્યા કેટલાક ખોટા આદિવાસીઓ ના દાખલા લઈ ને આદિવાસી બની તેમના હકો લેતા હોવાની ખબર પડતા આ નિયમો કડક બનાવવા પડ્યા છે. વિપક્ષ ના ધારાસભ્યો એ પણ મને રજૂઆત કરી કાયદો હળવો કરી લોકો ને રાહત થાય એ દિશામાં અમે કામ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.


 

(9:50 PM IST)