<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

તિલકવાડા પોલીસે રૂ.૧૧૦૦૦ ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી કબજે કરી વેપારી સામે ગુનો નોંધ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાની તિલકવાડા પોલીસ જાહેરનામા બાબતે ચેકીંગમાં હતી એ સમયે પતંગનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરતા વેચાણ કરતા વેપારીને ત્યાં તપાસ કરતા ચાઈનીઝ બનાવટની દોરી મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસ ચાઇનીઝ દોરી બાબતના ચેકીંગમાં હતી ત્યારે પતંગ માટેની પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી પોલીસને ચેકીંગ દરમિયાન વેપારીની દુકાનેથી 22 દોરીની રીલ જેની કીંમત રૂ.11,000 નો મુદામાલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવતા તિલકવાડા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી મુદામાલ ઝડપી આ વેપારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

(9:49 PM IST)