તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં ચંદન તસ્કરોનો આતંક : બે ખેડૂતની ચંદન વાડીમાંથી તૈયાર ઝાડ કાપીને લઇ ગયા
એક માસમાં પ્રાંતિજમાં બે ડઝન જેટલા ચંદનના વૃક્ષો ચોરી :અગાઉ પ્રાંતિજમાં બે સ્થળે ચંદન ચોરોએ તરખાટ મચાવ્યો હતો

સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં ચંદન તસ્કરોએ આતંક મચાવ્યો છે. ચંદન ચોરીની એક માસમાં ત્રીજી ઘટના સામે આવી છે. ચંદન ચોર તસ્કરો ગતરાત્રે પોગલુ ગામે ત્રાટક્યા હતા. બે ખેડૂતની ચંદન વાડીમાંથી તૈયાર ઝાડ કાપીને ચોરી કર્યાની ઘટના બની છે. બે વાડીમાંથી તસ્કરોએ સાતેક જેટલા ચંદનના ઝાડ કાપી ચોરી કર્યા છે. એક માસમાં પ્રાંતિજમાં બે ડઝન જેટલા ચંદનના વૃક્ષો ચોરી કરાઈ છે. અગાઉ પ્રાંતિજમાં બે સ્થળે ચંદન ચોરોએ તરખાટ મચાવ્યો હતો. પોગલુ ગામે ત્રાટકેલા ચંદન ચોરનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
