<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

દાહોદના ગરબાડાના આઝાદ ચોકમાં છત્રછાયા હોસ્પિટલની બાજુના મકાનમાં આગ ભભૂકી :હોસ્પિટલ ખાલી કરાવાઈ

ઘર બંધ હોવાથી કોઈ જાનહાની નહીં, પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે. આગની જ્વાળાઓ અને ધુમાડાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો

દાહોદના ગરબાડામાં આગની વિકરાળ ઘટના બની છે. આગ જ્યાં લાગી છે તેની નજીક આવેલ હોસ્પિટલને ખાલી કરાવવાની ફરજ પડી છે. ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, છત્રછાયા હોસ્પિટલની બાજુના મકાનમાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. ઘર બંધ હોવાથી કોઈ જાનહાની નહીં, પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે. આગની જ્વાળાઓ અને ધુમાડાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના દર્દી અને સ્ટાફને સલામતીના પગલા તરીકે બહાર ખસેડાયા હતા. ગરબાડા પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

 

(5:11 PM IST)