તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
પતંગ લૂંટવા જતાં 15 વર્ષના સગીરનું વીજ કરંટ લાગતા મોતઃ ખંભાત તાલકુની ઘટના
ઉત્તરાયણ પહેલા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

આનંદઃ ગુજરાતીઓના લોકપ્રિય તહેવાર ઉતરાયણને હજુ સમય બાકી છે, પરંતુ પતંગ ચગાવવાની શરૂઆત થતાં જ દુર્ઘટનાઓ સામે આવવા લાગી છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉદેલ ગામમાં પતંગ લૂંટવા ગયેલા 15 વર્ષીય કિશોરનું વીજ કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મળેલી માહિતી મુજબ, કિશોર પતંગ લેવા માટે એક શેડ પર ચઢ્યો હતો. આ દરમિયાન નજીકથી પસાર થતી વીજ લાઇનના સંપર્કમાં આવતા તેને તીવ્ર વીજ કરંટ લાગ્યો. ઘટનાસ્થળે જ કિશોરનું મોત થઈ ગયું હતું. પરિવારના લોકો જાણ થતાની સાથે બનાવ સ્થળે પહોંચી ગયા હતા. કિશોરના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જોકે આ આ ઘટના પહેલી નથી. ગયા ડિસેમ્બર મહિનામાં પણ આણંદ જિલ્લાના ભાણપુરા વિસ્તારમાં 10 વર્ષના બાળકનું પતંગ ચગાવતા સમયે વીજ કરંટથી મોત થયું હતું. ઉતરાયણ દરમિયાન પતંગ ચગાવવી આનંદની વાત છે, પરંતુ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેમાં માતા-પિતાએ પણ ધ્યાન રાખવું જરુરી છે. બાળકોને તેમના ભરોસે છોડી દેવા જોઈએ નહીં. માતા-પિતા જ્યાં સુધી ધ્યાન નહીં રાખે ત્યાં સુધી રાજ્યમાં આવા બનાવો બનતા રહેશે. બાળકો કરતા માતા-પિતાએ સમજવાની જરુર છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
