તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
કાલબી સ્ટેશન પાસે ટેમ્પો બાઇક સાથે અથડાતા એકનો પગ શરીર થી છૂટો પડ્યો, ટેમ્પો ચાલક નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: દેડિયાપાડા તાલુકાના કાલબી સ્ટેશન પાસે ટેમ્પો એ બાઇક ચાલક સાથે અકસ્માત કરતા એક વ્યક્તિ નો પગ છૂટો પડી ગયા બાદ ટેમ્પો ચાલક નાશી છૂટ્યો હતો
મળતી માહિતી અનુસાર નીતિનભાઇ રમણભાઈ વસાવા ( રહે. કાલબી નિશાળ ફળિયું )એ આપેલ ફરિયાદ મુજબ એક અજાણ્યા ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પૂરપાટ હંકારી લાવતા નીતિનભાઇની મોટર સાઇકલ નં. GJ. 5.MM. 4194 ને સામેથી ટક્કર મારતા નીતિનભાઇને પગમાં ફેક્ચર કર્યું તેમજ તેમની સાથે બેઠેલા રીંકેશભાઈને ઈજાઓ કરી અને વીરેશભાઈને પગમાં ઇજા કરી તેમનો પગ છુંદાઈ જતા શરીરથી અલગ પાડી દઈ ટેમ્પો ચાલક નાશી ગયો હતો. દેડિયાપાડા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
