તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘમાં સંઘઠન મંત્રી તરીકે ગરુડેશ્વર સ્કૂલના શિક્ષક દિગ્વિજસિંહ રાઠોડની નિયુક્તિ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વરની માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવનાર ઉમલ્લાના દિગ્વિજયસિંહ રાઠોડને હાલ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના સંઘઠન મંત્રી તરીકેની જવાબદારી મળી હોય આ જવાબદારી તેમની કુશળતા પ્રમાણે ખૂબ સારીરીતે નિભાવે અને ગ્રામ વિસ્તારોના શિક્ષકોના પ્રશ્નોને રાજ્ય કક્ષાએથી હલ કરે એવી શુભેચ્છાઓ સાથે પિન્ટુલાલા વિદ્યા મંદિર બોરીયા ખાતે દિગ્વિજયસિંહ રાઠોડે મુલાકાત લીધી ત્યારે સંસ્થાના ટ્રસ્ટી કે કમલાકર મહારાજ, આચાર્ય યશપાલસિંહ ગોહિલ, સુપરવાઈઝર મહેશ રબારી સહિત સ્કૂલનાં સ્ટાફે શાળા પરિવાર વતી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ ના સંગઠન મંત્રી તરીકે દિગ્વિજયસિંહ રાઠોડની નિમણુંક થયે તેઓ અત્યારે પણ નર્મદા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે. અને ઓલ્ડ પેન્શન યોજનાના આંદોલનમાં પણ તેમની સક્રિય ભૂમિકા રહી અને શિક્ષકોને જીત અપાવી, શાળાઓના, શિક્ષકોના આવા અનેક પડતર પ્રશ્નો તેમણે હલ કરાવ્યા છે.નર્મદા જિલ્લામાં શિક્ષકોમાં આનંદ છવાયો છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
