<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ડ્રગ્‍સ પેડલરો સોશિયલ મીડિયા દ્વારા સાંકેતિક નામથી ડ્રગ્‍સ વેચાણ કરવાની તરકીબ અજમાવે છે

સુરત સીપી અનુપમસિંહ ગેહલોત ટીમની ડ્રગ્‍સ મામલે ભીસ વધતા હવે નવા કિમિયાઃ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી અકિલા સમક્ષ ડ્રગ્‍સની દુનિયાની માયાજાળનો પર્દાફાશ કરે છે : MD ડ્રગ્‍સ સાથે ઝડપાયેલ યુવાન નીલની , ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ચાલતી પૂછપરછમાં ધડાકો

રાજકોટ તા.રઃ  નો ડ્રગ્‍સ ઈન સુરત એવા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના અભિયાનમાં સુરત પોલીસ અને બ્રાન્‍ચોની ટીમ જે રીતે જબ્‍બરજસ્‍ત મહેનતથી જોડાયેલ છે, તેનાથી લોકો પણ પ્રભાવિત બની પોલીસને માહિતી સાથે સ્‍થળ પર જ બિરદાવતા હોવાથી પોલીસનો જુસ્‍સો પરાકાષ્ઠા પર હોવાનું સુરત SOG પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અકિલા સાથેની વાતચીતમાં જણાવી વધુ એક મોટી સફળતા મળી હોવાનું જણાવે છે.

એસ.ઓ.જી.ટીમના PSI આર. એમ. સોલંકી, PSI ડી.સી.વાઘેલા, ASI પ્રકાશચંદ્ર દલસુખરામ, ASI જલુભાઈ મગનભાઈ, ASI હિતેશસિંહ દિલીપસિંહ, ASI અજયભાઈ કાશીનાથભાઈ, HC મહિપાલ માધુભાઇ, HC રાજુભાઇ ભીમાભાઇ, HC કિરીટભાઇ સામજીભાઇ, HC અનિરૂધ્‍ધસિંહ મેરૂભાઈ, HC જીતેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ, HC કિશોરભાઈ રાજાભાઈ, HC વિજયભાઈ રાણાભાઈ,  ભાવીનભાઈ ગોરધનભાઈ, HCસુરેશભાઈ સવાભાઈ, PC હિતેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ, PC કૌશલકુમાર કનૈયાલાલ નાઓ દ્વારા ગણેશનગર રો હાઉસ વિભાગ-૪ ના ગેટની સામે અમરોલી છાપરાભાઠા રોડ સુરત શહેર ખાતેથી આરોપી જીલ ભુપતભાઇ ઠુમ્‍મર ઉ.વ.૨૧ રહે.ઘર નં.૪૩ ક્રિષ્‍ણાપાર્ક સોસાયટી, છાપરાભાઠા રોડ, આર.વી.પટેલ કોમર્સ કોલેજની બાજુમાં અમરોલી સુરત શહેર, મુળરહે.ગામ-બામણગઢ તા.ભેસાણ જી.જુનાગઢ વાળાને મેફેડ્રોન (MD) ડ્રગ્‍સ વજન ૨૩૬.૭૮૦ ગ્રામ કિં. રૂ.૭,૧૦,૩૪૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

મજકુર આરોપી વિરુધ્‍ધ અમરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ એસ.ઓ.જી.ના PI ટી.બી.પંડયા નાઓ સંભાળી રહેલ છે.

ઉપરોક્‍ત આરોપી વોટ્‍સએપ, ઇન્‍સ્‍ટાગ્રામ, સ્‍નેપ ચેટ જેવા માધ્‍યમો દ્વારા NIRMA, OG, TIDE, દવા વિગેરે જેવા કોડવર્ડથી વેચાણ કરતા હોવાનુ ધ્‍યાને આવેલ છે.

(3:17 PM IST)