તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
ધીરૂભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણી સ્કૂલ વિજેતા

રાજકોટ, રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-૧૬ (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. શારદા મંદિર વિનય મંદિરે પ્રથમ દાવમાં ૬૮.૪ ઓવરમાં ૯ વિકેટે ૧૬૫ રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે ૨૬.૩ ઓવરમાં ૩૮ રન આપીને ૪ વિકેટ, શીવમ પટેલે ૨૩ ઓવરમાં ૫૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. નીલ પુરાણીએ ૧૨.૪ ઓવરમાં ૩૯ રન આપીને ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૯૦.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૪૨૬ રન કર્યા હતાં. જેમાં જેનિલ પ્રજાપતિએ ૧૪૩ બોલમાં ૯૯ રન, નીલ પુરાણીએ ૫૧ બોલમાં ૫૧ રન, શીવમ પટેલે ૭૪ બોલમાં ૬૩ રન અને દેવ ભાટીયાએ ૭૦ બોલમાં ૫૦ રન કર્યા હતાં. શારદા મંદિર વિનય મંદિરે બીજા દાવમાં ૫૦.૩ ઓવરમાં ૮ વિકેટે ૨૩૮ રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે ૨૬.૩ ઓવરમાં ૭૭ રન આપીને ૪ વિકેટ, નીલ પુરાણીએ ૮ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. મેચમાં ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
