તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
અમદાવાદ : એનએસયુઆઈના "ડ્રગ્સ મુક્ત કેમ્પસ" અભિયાનનો પ્રારંભ: શાળા કોલેજોમાં સંવાદ કરશે
ડ્રગ્સ અને દારૂના વેપારને રોકવા તેમજ શાળા-કોલેજના પરિસરોને સંપૂર્ણપણે નશામુક્ત કરવાના સંકલ્પ સાથેઅભિયાન શરૂ

અમદાવાદ : ગુજરાતમાં વ્યાપક બનેલા ડ્રગ્સ અને દારૂના વેપારને રોકવા તેમજ શાળા-કોલેજના પરિસરોને સંપૂર્ણપણે નશામુક્ત કરવાના સંકલ્પ સાથે એનએસયુઆઈ દ્વારા આજથી "ડ્રગ્સ મુક્ત કેમ્પસ" અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદના એલીસબ્રીજ સ્થિત ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, એ.આઈ.સી.સી. મંત્રી અને સહ પ્રભારી સુભાષીની યાદવ અને એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહી અભિયાનને વેગ આપશે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
