તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
અમદાવાદમાં ૨૦૦ શકમંદ બ્લોક પર મધરાત્રે પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ
૩૧મીના બંદોબસ્તમાં પોલીસની વ્યસ્તતાનો લાભ દેશ વિરોધી તત્વો ઉઠાવે નહિ તે માટે બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકનો એકશન પ્લાન સફળ રહ્યો : ૧૨૫ આરોપીના આશ્રયસ્થાનો પર પોલીસ ત્રાટકી ખૂણે ખૂણા ચેક, ૩૨ પીધેલા, દોઢ ડઝન પીને ડ્રાઇવિંગ કરનારા સાથે ૧૫ વાહનો જપ્ત કરી લેવાતા જબ્બર ખળભળાટ મચી ગયો : ACP યુવરાજસિંહ ગોહિલ, પોલીસ જવાનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન સાથે જોડાયેલઃ New year night સીલ્ડ ઓપરેશનના સુકાની ડીસીપી ભગીરથ ગઢવી સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા.રઃ અમદાવાદના બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ બ્રાન્ચ સહિતના સ્થળે ફરજ બજાવી અમદાવાદની ભૂતકાળ અને પ્રવર્તમાન સમયની અંધારી આલમથી સુપરિચિત પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણી બંદોબસ્તમાં પોલીસ રોકાયેલ હોય ત્યારે તેનો લાભ સ્લીપર સેલ કે રીઢા ગુનેગારો ન ઉઠાવે તે માટે બંદોબસ્ત સિવાય આખા શહેરમાં વિશેષ ટીમો તૈયાર કરી શકમંદ સ્થળો વિસ્તારો પર ઓચિંતા ત્રાટકવા આપેલ આદેશ અનુસાર ઇન્ચાર્જ સેક્ટર વડા નીરજ બડ ગુજ્જરના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન ૬ ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમદ્વારા જબ્બરજસ્ત પરિણામલક્ષી કોમ્બિંગ કર્યું હતું. તેમ ડીસીપી ભગીરથ ગઢવીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ડી.સી.પી શ્રી ઝોન-૬ સાહેબ તથા એ.સી.પી શ્રી ‘જે' ‘કે' ડીવીજન તથા ૦૮ પોલીસ ઇન્સ્પેકટર શ્રીઓ તથા ૧૨ પો.સબ.ઇન્સ તથા ૧૮૧ જેટલા પોલીસ કર્મચારી તેમજ ૩૦ જેટલા હોમગાર્ડ સાથે જુદી જુદી ટીમો પાડી બોડી વોર્ન કેમેરા-૧૨, ડ્રોન-૦૨, પોકેટ કોપ વગેરે ના ઉપયોગ દ્વારા આ વિસ્તાર માં કોમ્બિંગની તેમજ વાહન ચેકીંગના પોઇન્ટો રાખી કામગીરી હાથ ઘરી. હીસ્ટ્રીશીટર, એમ.સી.આર, નાર્કોટીક્સ પ્રવુતિ સાથે સંકળાયેલ ઇસમો, અસામાજીક તત્વો, તથા મેંન્ટર પ્રોજેકટ સાથે સંકડાયેલ આરોપીઓની મધ્યરાત્રીએ સરપ્રાઇઝ ચેકીંગ કરી અમદાવાદ શહેરના ઝોન-૬ના સમગ્ર વિસ્તારમાં આ “NEW YEAR NIGHT SHIELD” એકસરસાઇઝ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ.
કામગીરીઃ (૧) આરોપી ચેક-૧૨૫, (૨) જી.પી એકટ ૧૪૨ કેસ-૦૧, (૩) બ્લોક ચેક -૨૪૦, (૪) બી.એન.એસ.એસ. કલમ ૧૭૦ અટકાયતી-૦૩, (૫) ડિંન્ક એન્ડ ડ્રાઇવના કેસ-૧૫, (૬) બી.એન.એસ.એસ.કલમ ૧૨૬ અટકાયતી-૩૨, (૭) પ્રોહિ પીધેલના કેસ-૩૨, (૮) પ્રોહિ અટકાયતી-૯૩, (૯) વાહન ડિટેન-૧૫
આ સમગ્ર ઓપરેશન દરમ્યાન બોડીવોર્ન કેમેરા, પોકેટ કોપ, વીડીયો કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ અને ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર સર્વેલન્સ કરવામાં આવેલ..તા-૦૧/૦૧/૨૦૨૬
તેમ અકિલા સાથેની વિસ્તળત વાતચીતમાં ઓપરેશંનના સુકાની ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું છે.(૬.૭)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
