<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો

અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 2 કલાકથી પણ વધુ મોડી : કલાકો સુધી રાહ જોયા બાદ પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ સંકેત ન મળતા મુસાફરોની ધીરજ ખૂટી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાણીતી એરલાઇન્સ કંપની ઇન્ડિગોની વિવિધ ફ્લાઇટ્સ સમયસર રવાના ન થતા અને ખાસ કરીને મુંબઈ જતી ફ્લાઇટમાં લાંબા સમયનો વિલંબ થતા મુસાફરોનો મિજાજ ગરમાયો હતો. અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ તેના નિયત સમય કરતા 2 કલાકથી પણ વધુ મોડી પડી હતી. એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ સંકેત ન મળતા મુસાફરોની ધીરજ ખૂટી હતી.

માત્ર મુંબઈ જ નહીં, પરંતુ અન્ય રૂટની ફ્લાઇટ્સમાં પણ વિલંબની ફરિયાદો ઉઠી હતી. મુસાફરોનો મુખ્ય આક્ષેપ એ હતો કે ફ્લાઇટ મોડી પડવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ એરલાઇન્સના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું નહોતું. ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ કારણ, તે અંગે સચોટ માહિતી ન મળતા મુસાફરો અને એરલાઇન્સના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

(12:09 AM IST)