News of Thursday, 1st January 2026
ગરૂડેશ્વરના ઉંડવા ગામના વ્યક્તિના ચેક બાઉન્સ કેસમા કોર્ટે નિદોષ છોડવાનો હુકમ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઘી ભરૂચ ડિસ્ટીકટ સેન્ટલ કો.ઓ. બેંક લી. રાજપીપલાના મેનેજરએ તેઓની બેંકમાંથી કે.સી.સી. લોન સ્કીમ હેઠળ ભુરાભાઈ રસુલભાઈ ભીલ (રહે.ઉડવા, તા. ગરૂડેશ્વર) નાઓએ લોનની માંગણી કરતા તેમની માંગણી મંજુર કરી રૂા. ૧,૬૮,૦૦૦/- અંકે રૂપીયા એક લાખ અડસઠ હજારની લોન તારીખઃ૧૧/૩/૨૦૧૬ ના રોજ મંજુર કરી જે બાબતના જરૂરી દસ્તાવેજો પર તેમની સહીઓ કરી આપી હતી તથા લોનના હપ્તાની રકમ નિયમીત ચુકવવાની હતી જે હપ્તાની રકમ ભુરા રસુલે ન ચુકવતા બેંક ધ્વારા વ્યાજનું વ્યાજ ચઢાવી તેમની પાસેથી રૂા.૩,૫૬,૦૦૦/- નો ની સહી સાથેનો તા. ૨૧/૩/૨૦૨૩ ના રોજની મુદતનો ચેક લખાવી લીધેલો જે મુદતમા વટાવવા માટે રજુ કરતા ખાતામાં બેલેન્સ નહી હોવાને કારણે પરત ફરતા આ બાબતે તેમને નોટિસ આપવા છતાં નાંણાની ચુકવણી ન કરાતા તેમના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાયેલ જે કેસ રાજપીપલાના ચીફ જયુ.મેજી. સાહેબની કોટૅના પટેલ સાહેબની કોર્ટેમા ચાલી જતા આ કેસમા બચાવ પક્ષના એડવોકેટ બંકીમ એચ પરીખે હાજર રહી જરૂરી દલીલો કરતાં કોર્ટે ભૂરા રસૂલ ને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યોં છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
