News of Thursday, 1st January 2026
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમનો આજથી પ્રારંભ, ૩૧ માર્ચ સુધી મળશે લાભ: કોર્પોરેશનને ૫૦૦ કરોડની આવક થશે
શહેરની ૧૫ લાખથી વધુ રહેણાંક અને ૭ લાખથી વધુ કોમર્શિયલ મળીને કુલ ૨૨ લાખ જેટલી મિલકતોના ધારકોને સીધો ફાયદો થશે : ચાલી અને ઝૂંપડાવાળી મિલકત ધારકોને વ્યાજમાં સંપૂર્ણ માફી: જૂની ફોર્મ્યુલા અંતર્ગત આવતી મિલકતો (રહેણાંક અને કોમર્શિયલ બંને) માટે પણ વ્યાજમાં ૧૦૦ ટકા માફી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મિલકત ધારકો માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આજથી એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી પ્રોપર્ટી ટેક્સ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયથી શહેરની ૧૫ લાખથી વધુ રહેણાંક અને ૭ લાખથી વધુ કોમર્શિયલ મળીને કુલ ૨૨ લાખ જેટલી મિલકતોના ધારકોને સીધો ફાયદો થશે.
* ક્યાં સુધી અમલી?: ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી.
* કોને મળશે ૧૦૦ ટકા માફી?: ચાલી અને ઝૂંપડાવાળી મિલકત ધારકોને વ્યાજમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ માફી આપવામાં આવશે. આ ઉપરાંત જૂની ફોર્મ્યુલા અંતર્ગત આવતી મિલકતો (રહેણાંક અને કોમર્શિયલ બંને) માટે પણ વ્યાજમાં ૧૦૦ ટકા માફી રહેશે.
* શરત: આ વ્યાજ માફી સ્કીમ વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે લાગુ પડશે નહીં.
* આવકનો અંદાજ: આ સ્કીમ થકી કોર્પોરેશનને રૂપિયા ૫૦૦ કરોડથી વધુ આવક થવાનો અંદાજ છે.
કયા મહિનામાં કેટલા ટકા વ્યાજ માફી મળશે? : દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકાનો ઘટાડો થશે, જેનું માળખું નીચે મુજબ છે:
૧. જાન્યુઆરી:
* રહેણાંક મિલકત: ૮૫ ટકા
* કોમર્શિયલ મિલકત: ૬૫ ટકા
૨. ફેબ્રુઆરી:
* રહેણાંક મિલકત: ૮૦ ટકા
* કોમર્શિયલ મિલકત: ૬૦ ટકા
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
