<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

તિલકવાડાના કારેલી ગામના ખેતરમાં એસ.આર.પી જવાને વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ આચર્યા બાદ એસ.આર.પી જવાન રાકેશ રણછોડ બારીયાએ પીડિત મહિલાને ધમકી આપી કે જો તું કોઈને કહીશ તો તને જીવતી સળગાવી દઈશ.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તિલકવાડાના એક ગામમાં શરમજનક ઘટના સામે આવી છે.કારેલી ગામની ખેતરની સીમમાં એસ.આર.પી જવાને એક વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે પીડિત વિધવા મહિલાએ એસ.આર.પી જવાન વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
   તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક વિધવા મહિલા એક્ટિવા લઈ પોતાના ખેતરે જઈ રહેલી હતી એ દરમિયાન એસ.આર.પી જવાન તરીકે ફરજ બજાવતા રાકેશ રણછોડ બારીયાએ મહિલાને એમ કહ્યું હતું કે મારું ખેતર નજીક જ છે મને બેસાડી જાવ.હવે એસ.આર.પી જવાન રાકેશ બારીયા વિધવા મહિલાનો કૌટુંબિક જેઠ થતો હોવાથી મહિલાએ એને એક્ટિવા ચલાવવા આપ્યું હતું અને પોતે પાછળ બેસી ગઈ હતી.થોડેક દૂર જતા એસ.આર.પી જવાને એક્ટિવા પોતાના ખેતરમાં લઈ જવાની જગ્યાએ અન્ય ખેતરમાં લઈ ગયો હતો અને વિધવા મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ આચર્યા બાદ એસ.આર.પી જવાન રાકેશ રણછોડ બારીયાએ પીડિત મહિલાને ધમકી આપી હતી કે જો તું આ બાબત કોઈને જણાવીશ તો તને જીવતી સળગાવી દઈશ.
આ ઘટના બાદ પીડિત વિધવા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે એસ.આર.પી જવાન રાકેશ રણછોડ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી એસ.આર.પી જવાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


 

(11:27 PM IST)