તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા :31stની પાર્ટીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું : જુઓ વિડીયો
બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર કમોસમી વરસાદ

અમદાવાદ : આજે 31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે જેથી 31stની પાર્ટીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર સામાન્ય વરસાદ પડ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે શહેરમાં અનેક પાર્ટી પ્લોટ ઉજવણીનું આયોજન કરાયું છે. પણ વરસાદી વાતાવરણ બની જતાં આયોજકોમાં હાંફળાફાંફળા થઈ ગયા છે.
આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
