તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ૫ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક
આ લક્ષ્યાંકને હાંસલ કરવા અત્યારથી જ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્દેશ આપ્યો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “હર સર કો છત”ના કાર્ય મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં આગામી પાંચ વર્ષ દરમિયાન એક કરોડથી વધુ આવાસ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
જે અંતર્ગત ગુજરાત પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં આશરે ૫.૫૦ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ આવાસોના નિર્માણથી ગુજરાતના લાખો ગરીબ પરિવારોને પાકા આવાસ મળશે.
આગામી પાંચ વર્ષમાં આવાસ નિર્માણના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ અત્યારથી જ જમીન સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને વિવિધ કામગીરી હાથ ધરવા માટે રાજ્યના વહીવટી તંત્રને કેબિનેટ બેઠકમાં આદેશો આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
