<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

નવા વર્ષના વધામણા માટે કેવડીયા એકતાનગર હાઉસફુલ : ડાન્સ ડીજે પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન

છ દિવસના આ વેકેશનમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા..4 જાન્યુઆરી સુધી souની ટિકિટ પણ ફુલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. હાલ રોજના 50 થી 60 હજાર પ્રવાસીઓ આવતા sou સત્તામંડળ દ્વારા પ્રવાસીઓ ની સુવિધા માં કર્યો વધારો બીજી બાજું પોલીસ અધીક્ષક વિશાખા ડાબરાલે CISF અને SRP ગ્રુપ સાથે ચર્ચા કરી સુરક્ષા સજ્જ કરી સાથે બોર્ડર અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા ગોઠવી દીધી છે.

   ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર  નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની 5500 કરવામાં આવી છે, એટલું જ નહીં ટોટલ 7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે, એટલે SOU સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તમામ હોટલો માં ગાલા ડિનર ક્રુઝ માં ડિનર ડાન્સ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ નો ઘસારો જોતા sou ના ceo અમિત અરોરા દ્વારા એસટી બસો નો વધારો કરવામાં આવ્યો અહીં આવતા પ્રવાસીઓ ને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે તંત્ર ખડે પગે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારસુધીમાં 2.85 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. અને નાતાલ થી 31 ડિસેમ્બર ની રજાઓ માં પણ રોજ ન 50 હજાર થી વધુ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી જેને  પગલે સુવિધાઓ અને  સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓ ખુશ થઈ ને મોઝ કરી ને જાય એવી તમામ વ્યવસ્થા sou સત્તામંડળ દ્વારા કરવામાં આવી છે.
પ્રવાસીઓની સુરક્ષા અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચેકિંગ, ટ્રાફિક નવ્યવસ્થાપન, સીસીટીવી મોનિટરિંગ તેમજ તાત્કાલિક પ્રતિસાદ ટીમો સક્રિય રાખવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટના ટાળવા માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે. વિશાખા ડાબરાલ (પોલીસ અધિક્ષક,નર્મદા)

(10:49 PM IST)