<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઇજનેરની જપ્‍ત થયેલ ગ્રેચ્‍યુટીની રકમ પરત મળવાની માંગણી રદ

રાજકોટ, તા.૩૦: નૈતિક અધઃપતનના કારણોસર કર્મચારીની ગ્રેચ્‍યુટી જપ્ત કરવાનો ગુજરાત પાણી પુરવઠા બોર્ડ નો આદેશ યોગ્‍ય ઠરાવી કંન્‍ટ્રોલીંગ ઓથોરીટી જામનગરે શ્રમયોગીની જપ્ત કરાયેલ ગ્રેચ્‍યુટી મેળવવાની માંગણી રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ જા.આ.બાંધકામ વિભાગની કચેરીમા ફરજ બજાવતા  સી.બી, ઝાલા કા.ઈ.(સી) નિવૃત દ્વારા તેમને મળવાપાત્ર ચેચ્‍યુટી રકમ રૂા. ૨૦,૦૦,૦૦૦/ માથી બોર્ડ દ્વારા શીક્ષારૂપે રૂા. ૧૦,૦૦,૦૦૦/ ચેચ્‍યુટી કપાત કરવાના હુકમને કંન્‍ટ્રોલીંગ ઓથોરીટી જામનગર સમક્ષ ગ્રેચ્‍યુટી અરજી મારફતે પડકારેલ, હતી.

બોર્ડ તરફે સૌરાષ્‍ટ્ર કચ્‍છના મજુર કાયદાના જાણીતા ધારાશાષાી અનિલ એસ. ગોગિયા દ્વારા રજુઆત કરવામા આવેલ કે સંબધીત શ્રમયોગી સામેગુજરાત મુલ્‍કી સેવા (પેન્‍શન) ૨૦૦ર ના નિયમ ૨૪ મુજબ કચ્‍છ વોટર સપ્‍લાય પેકેજના કામમા એમ.એસ. પાઈપ માટે પ્રાઈઝ વેરીએશનની ગણતરી કર્યાં સિવાય કરવામા આવેલ ચુકવણા કરવામા થયેલ ક્ષતિઓ બાબતે ખાતાકીય તપાસ ચાલુ હોય જેથી નાણા વિભાગના તા. ૨૩-૬-૨૦૦૦ ના ઠરાવ મુજબ તપાસના અંતે ચેચ્‍યુટી ચુકવવામા આવશે.

ત્‍યારબાદ ખાતાકીય તપાસના અંતે શ્રી ઝાલા વિરૂધ્‍ધ મુકવામા આવેલ તહોમતો પુરવાર થતા બોર્ડ દ્વારા ગ્રેચ્‍યુટી કાયદાની કલમ ૪(૬) મુજબ શ્રમયોગીની ગ્રેચ્‍યુટી રૂા. ૧૦,૦૦,૦૦૦/ ફોરફીટ કરવાનો હુકમ કરેલ હતો. શ્રમયોગી દ્વારા ખાતાકીય તપાસના અંતે આવેલ તારણો સ્‍વીકારેલ છે અને એડમીશન ઓફ ગીલ્‍ટના કારણોસર અને થયેલ ખાતાકીય તપાસ અને શીક્ષાના હુકમ વિરૂધ્‍ધ કોઈ અપીલ કરેલ ન હોય તેમજ તે સિવાયની ગ્રેચ્‍યુટીની રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦/ શ્રમયોગી દ્વારા મેળવી લીધેલ હોય આમ સંસ્‍થાના ચેચ્‍યુટી ફોરફીટ જપ્ત કરવાનો હુકમ યોગ્‍ય અને વ્‍યાજબી હોવાની રજુઆત કરેલ હતી.

કંન્‍ટ્રોલીંગ ઓથોરીટ દ્વારા બોર્ડ તરફે કરવામા આવેલ રજુઆતો થી સહમત થતા બોર્ડના શ્રમયોગીની ગ્રેચ્‍યુટી જપ્ત કરવાના હુકમને યોગ્‍ય ઠરાવેલ હતો.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ વતી એસ.બી.ગોગિયા લો-ફર્મ રાજકોટના  ધારાશાસ્ત્રીઓ શ્રી અનિલ એસ.ગોગિયા, શ્રી પ્રકાશ એસ. ગોગિયા (ગુજ.હાઈકોટ), સીન્‍ધુબેન ગોગિયા તથા રોહન પી. ગોગિયા રોકાયેલ હતા

(2:07 PM IST)