તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Tuesday, 30th December 2025
૨૦૨૬ને આવકારવા અનેરો ઉત્સાહ, ઉમંગ, ઉમળકો
પાર્ટી પ્લોટ, ડિસ્કો થેક, ફાર્મહાઉસમાં ગ્રાન્ડ પાર્ટી સાથે જાહેર માર્ગો પર રોનક દેખાશેઃ ૩૮૦ બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ પણ તૈયાર

સુરત,તા.૩૦: વર્ષ ૨૦૨૫ને વિદાય આપવા અને ૨૦૨૨ને વધાવવા, આવકારવા સુરતીલાલાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પાર્ટી રસિયાઓએ ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી પ્લોટ, ડિસ્કો થેક, ફાર્મહાઉસમાં ગાન્ડ પાર્ટી સાથે જાહેર માર્ગો પર રોનક દેખાશે. જોકે, પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. થટી ફર્સ્ટના ઉન્માદમાં દારૂ અને ડ્રગ્સનું સેવલ કરનારાઓને પકડવા પોલીસ ૩૮૦ બેથ એનેલાઇઝર અને એન્ટિ-નાર્કોટિક્સ કિટ સાથે વિવિધ પોઇન્ટ પર તૈનાત રહેશે. ૫ હજાર જેટલા પોલીસ જવાનોનો કાફલો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.
થર્ટી ફર્સ્ટ સેલિબેશન માટે ઉત્સાહ, ઉમંગનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. દર વર્ષની જેમ મોજીલા સુરતીલાલાઓએ નવા વર્ષને આવકારવા પાટીના આવોજનો કરી દીધા છે. દમણ, ગોવા, સાપુતારા જવાના પ્રોગામની સાથે જ શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસમાં પાર્ટીનું મન બનાવી લીધું છે. જોકે, ઉજવણીના ઉન્માદમાં કેટલાક લોકો દારૂ અને ડ્રગ્સનું સેવન કરી છાકટા બની જાય છે અને ઉજવણીના રંગમાં ભંગ પાડી દે છે. જેને પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં ૫ હજાર પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનની રોનક દેખાશે. તે સાથે જ ૪૫ જગ્યાએ નાકાબંધી અને ૩૮૦ જેટલા બેથ એનેલાઈઝર સાથે દારૂડિયાઓને પકડી પાડવામાં આવશે. શહેરભરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી કાયદો-વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવામાં આવશે. તે સાથે જ ખાનગી પાર્ટી-ફાર્મહાઉસ પર વોચ રાખવામાં આવશે. બાઇક પેટ્રોલિગ સહન કરાશે. સીસીટીવી સિવાય કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી ગતિવિધિની ચકાસણી થશે.(૪૦.૯)
ઉન્માદમાં કાયદાની મર્યાદા ન ચૂકશો
શહેરીજનો ઉત્સાહભેર ૨૦૨૬ના વર્ષનું સ્વાગત કરશે. જોકે, નવા વર્ષનું સ્વાગત અને ઉજવણી કરવા સાથે કાયદાની મર્યાદા ન યુકાય એ આવશ્યક છે. નિયમનું પાલન જરૂરી છે. મહિલાઓ કે અન્યોને તકલીફ થાય એવું વર્તન કરવું, સ્ટટબાજી કરવી, ગાડી ઝડપથી ચલાવવી જેવી હરકતો પર શહેર પોલીસ વોચ રાખશે. ૫ હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. કાયદામાં ન રહેશો તો ૨૦૨૬નો પહેલો દિવસ પોલીસ લોકઅપમાં પસાર કરવો પડશે.
૧૩થી વધુ ઠેકાણે ન્યૂ યર પાર્ટી, ૨૦૦થી ૫ હજાર સુધીની એન્ટ્રી ફી
સુરત શહેરમાં ન્યુ યર પાર્ટીની સંખ્યાને લઇને ભેદભરમ જોવા મળે છે. તેમ છતાં ચાલુ વર્ષે શહેર પોલીસને પાર્ટી પ્લોટ અને હોટેલમાં ન્યૂ યર પાર્ટી કરવા માટે ૧૩ જેટલી અરજી મળી છે. આ સિવાય સોસાયટીઓમાં પણ ખાનગી રાહે ગ્રાન્ડ સેલિબ્રેશનના આયોજનો થયા છે. વધુમાં, કોમર્શિયલ આયોજનોમાં થીમ બેઝડ ડ્રેસ કોડ, ફટાકડાની બૌછારો સાથે ફિલ્મી ગીતોના સથવારે ડાન્સ, મસ્તી ચાલશે. હાલના તબક્કે શહેરમાં વિવિધ પ્લોટ, હોટેલ, ડિસ્કો ચેકમાં આયોજિત પાર્ટી માટે ૨૦૦થી લઇને ૫ હજાર રૂપિયા સુધીની એન્ટ્રી ફી વસુલવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાનો ડીજે, ડાન્સ, મસ્તી સાથે સેલિબ્રેશન કરવા થનગની રહ્યા છે. બીજીતરફ મહિલાઓની સુરક્ષા અને ભીડ ધરાવતા કેટલાક ઠેકાણા પર મહિલાઓ સાથે ગેરવર્તનની ભીતી સેવાતી હોય મહિલા પોલીસ સહિતની શી ટીમ ખડેપગે રહેશે. વધુમાં, શહેરના વિવિધ વિસ્તારમાં ૨૦ જેટલા ડ્રોન કેમેરાથી સુપરવિઝન કરાશે.
પાર્ટી રસિયાઓની તૈયારી સાથે શહેર પોલીસ પણ એલર્ટ
* ૫ હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. ૪૫ જગ્યાએ નાકાબંધી, ૧૨ ચેકપોસ્ટ સીલ કરાશે. શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સઘન તપાસ કરાશે.
* ૩૮૦ બ્રેથ એનેલાઇઝર મશીનથી છાકટાઓની તપાસ કરાશે. તેમાં ૧૮૦ લાઇટ પેટર્ન બેઝડ અને બાકીના ૨૦૦ નોર્મલ બ્રેથ એનેલાઇઝર મશીન રહેશે.
* થ્રુ ડ્રગ્સનું સેવન ચિતાજનક સ્તરે વધી રહ્યું છે ત્યારે ડ્રગ્સ લેનારાઓને પકડી પાડવા એન્ટિ-નાર્કોટિક્સ કિટની મદદ લેવાશે. વ્યક્તિના સલાઇવા લઇ તપાસ કરાશે.
* પોલીસ જવાનોના ખભે ૯૦૦ બોડી વોર્ન કેમેરા લાગશે. આ કેમેરાથી ગતિવિધિનું રેકોર્ડિગ થશે. પોલીસ તપાસમાં સહયોગ ન આપનારો વ્યક્તિ આસાનીથી પકડાઇ જશે.
* શહેરભરમાં લાગેલા સીસીટીવી સિવાય ૨૦ ડ્રોન કેમેરા ઉડાડાશે. કેમેરા નથી તે વિસ્તારમાં વાયર અને સોલાર બેઝ્ડ કેમેરા સાથે લાઇવ સ્ટ્રીમિગ જોવાશે.
* શહેર પોલીસ તંત્ર થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન પુર્વે છેલ્લા એક અઠવાડિયાથી એલર્ટ મોડમાં છે. પાછલા ૭ દિવસમાં જ શહેરમાં દારૂ સેવનના ૧૧૦૦થી વધુ કેસ કરાયા છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
