<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ નિરીક્ષકોનો આવકાર અને વિદાય અભિવાદન કરાયું

સાવરકુંડલાઃગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં થયેલ બદલીઓમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે શ્રીમતી મીતાબેન જે. ગોસ્‍વામી, નિહારિકાબેન એમ. પટેલ, શ્રીમતી વસુમતીબેન એમ. પટેલ,  પ્રિતેશભાઈ એન. મિષાી,  ધર્મેન્‍દ્રસિંહ એચ. ચુડાસમા, મહેશભાઈ દેસાઈ અને  જગદીશભાઈ એન. ચાવડાની નિમણૂક થયેલી છે. સુરત ખાતે આ નવી નિમણૂક થતા તે સર્વેનું સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ   કિશોરકુમાર નર્મદાશંકર જાની, અધ્‍યક્ષ વિજયકુમાર બારોટ, મહામંત્રી પ્રતાપસિંહ બારસડીયા સહિત સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્‍યોએ   અભિવાદન કરેલ છે.  સુરતના તમામ આચાર્યો, શાળા સંચાલકો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓની આકાંક્ષાઓને આ શિક્ષણ નિરીક્ષકો ભાઇચારા સાથે  શુભકામનાઓ પાઠવેલ છે.

 સુરત DEO કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવીને વિદાય લઈ હવે સરકારી શાળામાં પ્રિન્‍સિપાલ તરીકેની નિમણૂક પામનારા  હિમાંશુભાઈ બારોટ, ડો. સંગીતાબેન મિષાી અને શ્રીમતી તેજલબેન રાવ ઉપરાંત નરેન્‍દ્રભાઈ વસાવાને સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા  શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

(12:26 PM IST)