તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
દેવમોગરા ગામમાંથી મોટરસાઇકલની ચોરી : ચાર દિવસમાં બીજી બાઇક ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો વાહન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં ચાર દિવસમાં બે બાઇક ચોરી થઈ છે
મળતી માહિતી મુજબ ચાર દિવસ પહેલા રાજપીપળાના વડિયા ગામની સોસાયટીમાંથી એક બાઇક ની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં સાગબારાના દેવમોગરા ગામમાંથી થયેલ ચોરી બાબતે પ્રકાશકુમાર દિનેશભાઇ જાતે.ગામીત (રહે.ઉટેવા ગામીત ફળીયુ તા.માંડવી જી.સુરત) નાઓ એ આપેલ ફરિયાદ અનુસાર તેમની દેવમોગરા મંદિર ખાતે આવેલ બ્લોકવાળી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ મો.સા.TVS NTORQ-125 RACE XP રજી.નં.GJ-19-BM-9320 બ્લેક કલરની જેની કિ.રૂ.આશરે ૩૦,૦૦૦/-ની કોઇ અજાણ્યા ચોર ઇસમએ ચોરી કરી લઇ જઈ ગુનો કરતા સાગબારા પોલીસે બાઇક શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
