તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પી.એમ.શ્રી પ્રાથમિક શાળા દેથલી ખાતે 'એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
રાજ્યપાલએ શાળાના પ્રાંગણમાં સિવિલ કલ્ચર અને ટકાઉ ખેતીનું પ્રદર્શન નિહાળ્યું: રાજ્યપાલએ શાળામાં કિચન ગાર્ડન બનાવનારી બે વિદ્યાર્થીનીઓને બિરદાવી

નડિયાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પી. એમ. શ્રી પ્રાથમિક શાળા, દેથલી ખાતે એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત સિંદૂરના છોડનું રોપણ કરીને પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવ્યો હતો.
શાળાના વિશાળ પ્રાંગણમાં રાજ્યપાલની સાથે ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને જન પ્રતિનિધિઓ તેમજ ઇન્ચાર્જ કલેક્ટર અને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકી સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ પણ સિંદૂર, જાંબુ, બોરસલ્લી ,સીતા અશોકનું વૃક્ષારોપણ કર્યું હતું.
માતર રેન્જ આરએફઓ બી.જે.પીપડીયાએ આ તકે જણાવ્યું હતું કે," એક પેડ મા કે નામ ૨.૦ અંતર્ગત આ શાળામાં ૫૦ વિવિધ વૃક્ષો ઉગાડવામાં આવશે તેમજ આ વૃક્ષોને દત્તક લેવાયા છે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે.
રાજ્યપાલએ આ તકે વિદ્યાર્થીઓમાં વૃક્ષો વાવવા અને ઉછેરવાના ગુણો કેળવવા માટે આચાર્યને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ મહાનુભાવો સાથે શાળાના પ્રાંગણમાં સીવીલ કલ્ચર અને ટકાઉ ખેતીના પ્રદર્શનને નિહાળ્યું હતું. તેમજ આ પ્રદર્શનમાં મુકાયેલા પ્લાન્ટમાં ગોબર ગોમુત્રથી થયેલા છોડો વિશે માહિતી મેળવી હતી. તેમણે શાળાના પ્રાંગણમાં બનેલા કિચન ગાર્ડનને પણ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ શાળામાં ધોરણ આઠ- બ માં ભણતા વિદ્યાર્થીની અંજલી દશરથભાઈ સોલંકી તેમજ ધોરણ છ -બ માં ભણતા સંજનાબેન અજયભાઈ સોલંકીએ આ કિચન ગાર્ડન બનાવ્યું છે, જેમને રાજ્યપાલએ આ તકે બિરદાવ્યા હતા.
રાજ્યપાલની સાથે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા, સરપંચ તુલસીબેન સોલંકી, ઇન્ચાર્જ કલેકટર અને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ .સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ,નિવાસી અધિક કલેકટર જે.બી. દેસાઈ, ખેડા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ, તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલ, મામલતદાર એ.જે. ગોહિલ સહિતના અગ્રણીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
