<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સમાજ પ્રેમ લગ્નનો નહીં,પરંતુ ભાગીને લગ્ન કરનારાનો વિરોધ છે : પ્રેમલગ્ન મુદ્દે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરો :લાલજી પટેલ

આરતી સાંગાણીએ સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરી લેતા SPG ના નેતા લાલજી પટેલની પ્રતિક્રિયા

આરતી સાંગાણીએ સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરી લેતા SPG ના નેતા લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ સમાજ પ્રેમ લગ્નનો વિરોધી નથી પરંતુ ભાગીને લગ્ન કરનારાનો વિરોધ છે. પ્રેમલગ્ન મુદ્દે લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની તેમણે ઉગ્ર માગ કરી. તેમણે કહ્યુ કે સમાજની દીકરીઓ જેના જોડે ભાગીને લગ્ન કરે છે તે અસમાજિક અને વ્યસની હોય છે. આ કાયદા મામલે લાલજી પટેલે આંદોલનની ચમીકી ઉચ્ચારી છે, તેમણે કહ્યુ સરકાર કાયદામાં સુધારો નહીં કરે તો આંદોલન કરશુ. GMDC ગ્રાઉન્ડમાં એક મોટુ સંમેલન કરવાની તેમણે સરકારને ચીમકી આપી છે

 

(6:42 PM IST)