તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ અંબાજી માતાજીના મંદિરમાં જોવા મળ્યો : વર્ષના છેલ્લા રવિવારે રજાનો દિવસ હોવાથી અને આસ્થાના પર્વ તરીકે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા
પરિસરમાં ચારેતરફ 'જય અંબે'ના ગગનભેદી નાદ સાંભળવા મળતા હતા,ભક્તોના ઘોડાપૂરને જોતા મંદિર વહીવટદાર સમિતિ દ્વારા પણ દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈને અગવડ ન પડે

અંબાજી : વર્ષ 2025 હવે તેના અંતિમ પડાવ પર છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. વર્ષના છેલ્લા રવિવારે રજાનો દિવસ હોવાથી અને આસ્થાના પર્વ તરીકે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર અંબાજી નગરી જાણે ભક્તિમય બની ગઈ હતી.
‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
રવિવારની રજાનો સદુપયોગ કરી ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માના દર્શને પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ચારેતરફ 'જય અંબે'ના ગગનભેદી નાદ સાંભળવા મળતા હતા. ભક્તોના ઘોડાપૂરને જોતા મંદિર વહીવટદાર સમિતિ દ્વારા પણ દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈને અગવડ ન પડે.
નવા વર્ષ માટે પ્રાર્થના અને બાધાઓની પૂર્ણાહુતિ
આ વર્ષનો છેલ્લો રવિવાર હોવાથી અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ કરવા આવ્યા હતા. આસ્થા એવી છે કે વર્ષના અંતે માના આશીર્વાદ લેવાથી આખું વર્ષ સફળ રહે છે. શ્રદ્ધાળુઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આવનારું નવું વર્ષ 2026 દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
