<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામમાં કચરો સગાવતા દાઝી ગયેલ મહિલાનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામની મહિલા કચરો સળગાવતા દાઝી ગયા બાદ મોતને ભેટ્યા હતા

   મળતી માહિતી મુજબ મરનાર જેઠીબેન કોયજીભાઇ કાદવાભાઇ તડવી (ઉ.વ.૪૯ )( રહે.અક્તેશ્વર ગામ તા-ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ ગઇ તા-૧૬/૧૨/૨૦૨૫ ના દિવસે પોતાના ઘર આગળ કચરો સળગાવતા સમયે દાઝી ગયેલ હતા ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પિટલ માં લઈ ગયા બાદ  SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન  તા-૨૬/૧૨/૨૦૨૫ ના દિવસે તેમનું મોત થતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.


 

(11:14 PM IST)