<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સ્થાનિક રીક્ષા ચાલકોને પાસ ના આપતા ચક્કાજામ કર્યો

નર્મદા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી સહિત આગેવાનોએ પાસની માંગણીને લઈને ચકાજામ કર્યો: વાગડિયા બેરિયરની આગળ રીક્ષા ચાલકોને આગળના ના જવા દેવાતા વિરોધ કરાયો: રજૂઆત બાદ આગળ રીક્ષા જવા દેવાતા મામલો શાંત પડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાતાલના 3 દિવસના મીની વેકેશન રવિવાર સુધી રજાને કારણે રોજના 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને જોતા SOU સત્તામંડળ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ને પાર્કિંગ ફૂલ થઈ જાય ત્યારે વાહનો પણ અટકાવી દેવામાં આવ્યા હતા.બસમાં મુસાફરી કરવા પ્રવાસીઓને sou સત્તા મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

    રીક્ષા Sou વિસ્તારમાં ફેરવવા માટે પાસ તંત્ર દ્વારા આપવામાં નહીં આવતા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી (મહાકાળી) શૈલેષ તડવી સહિત કોંગ્રેસની ટીમો એ વાગડીયા પાસે રસ્તો રોકી પ્રવાસીઓને અટકાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી સત્તામંડળ ના આધિકારીઓ અને ભાજપના આગેવાનો પણ દોડી આવ્યા હતા. આધિકારીઓ સાથે પરામર્શ કરીને જે રિક્ષાઓને જવા દેવામાં નહોતા આવતા એ તમામ રિક્ષાઓને પાસ વગર જવા દેવામા આવતા મામલો થાળે પડ્યો હતો અને બપોર પછી પુનઃ વાહનોની અવર જવર શરૂ કરવામાં આવી હતી



 

(10:59 PM IST)