તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
પ્રલય ચોક્કસ તારીખે જ થશે એવી આગાહીઓ છે નર્યુ તૂત !
પ્રલય સર્જાઇ ને એક દિ' પુરી પૃથ્વી નાશ પામશે, ભવિષ્યમાં એ ઘટના બનવી તો ચોક્કસ છે પણ... : આફ્રિકન દેશ ઘાનાની એક વ્યકિતએ ક્રિસમસના દિવસે પ્રલય સર્જાશે તેવો દાવો કર્યો, તે ખોટો તો ઠર્યો પણ ફરી પ્રલય અંગે જ વધુ દાવો કર્યો છે

(મહમદ રાઠોડ દ્વારા) તા.૨૭: અતિ વિશાળ- અનંત બ્રહ્માંડમાં ફરી રહેલા અનેક ગ્રહો પૈકી એક આપણી પૃથ્વી પણ છે. ભવિષ્યમાં કોઇ એવી ઘટના બને અને પુરી પૃથ્વી નો નાશ થાય એ તો સમજીએ કે ચોકકસ અને સો ટકા સત્ય છે. પરંતુ પ્રલયના નામે છાસવારે આગાહીઓ થાય કે, જે-તે તારીખ પૃથ્વી પર ચોકકસ પ્રલય થશે અને આખી પૃથ્વી નાશ પામશે. આવી ચોકકસ તારીખો સાથે થતી પ્રલયની આગાહીઓ નર્યુતૂત અને પબ્લિસીટી સ્ટંટ સિવાય કંઇજ નથી. ભૂતકાળમાં ૨૦૧૨ માં પ્રલય થશે તેવી આગાહી-ભવિષ્યવાણી બહુ ચગેલી, ત્યાં સુધી કે હોલીવૂડમાં ૨૦૧૨નામની એક મુવી પણ બની ચુકી છે. જોકે અંતે એ બધુ બોગસ સાબિત થયુ હતું. થોડા દિ' પૂર્વેની જ વાત કરીએ તો આક્રિકન દેશ ઘાનાની એક વ્યકિત એ પ્રલય અંગે આગાહી કરીને ભારે ચર્ચા જગાવી છે. બે દિ' પૂર્વે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ આ ક્રિસમસ દિવસ હતો આ દિવસે પૃથ્વી પર પ્રલય સર્જાશે એવો દાવો કરનાર એબોઓબે નાઓ આવો દાવો કર્યા બાદ તે ખોટો ઠરતા તેણે ફેરવી તોળ્યુ કે, ફરી થોડા દિવસબાદ આવી પ્રલયની ઘટના બનશે જ ઓબેનોઆ નામની આ વ્યકિત પોતાને અવતાર ગણાવી દાવો કરેલ કે મે જે નાવ-હોડી બનાવી છે. તેમાં જેટલા લોકો સવાર થશે એ જ લોકો ક્રિસમસના દિવસે થનાર પ્રલયથી બચી શકશે. બીજા બધાજ નાશ પામશે. જોકે ક્રિસમસના દિવસે કંઇ ન થતા આ ભાઇએ ફેરવી તોળ્યું કે, મે ઇશ્વર કે, મેં ઇશ્વર-ગોડનું પ્રાર્થના કરતા હાલ મહાપ્રલય ટળી ગયો છે. મેં જે નાવ બનાવી છે તે હજુ અધુરી છે જેથી મને થોડો સમય આપવામાં આવ્યો છે. આ મહાપ્રલય હવે પછી થશે. આ વ્યકિતનો દાવો ત્યાં ટોક ઓફ ધ કન્દ્રી બન્યો છે.
આ વ્યકિતનો દાવો ભૂતકાળમાં થયેલા પયગમ્બર નૂહ સંબંધિત છે. આ પયગંમ્બરના સમયકાળમાં નૂહ હતા સલામત રહ્યા. અન્ય બધાજ પાણીના પ્રલય થી નાશ પામ્યા હતા. આ કિસ્સો પયગંમ્બર સંબંધિત હોઇ, ઇસ્લામ ધર્મમાં મહંમદ પયગંમ્બર સાહે પ્રલય કયારે થશે? તેનો ચોકકસ સમય દર્શાવ્યો નથી. પણ પ્રલય થવા પૂર્વે પૃથ્વી પર કઇ કઇ ઘટનાઓ બનશે તે અંગેની ભવિષ્યવાણીઓ હદીસ ગ્રંથોમાં સ્પષ્ટ જોવા મળે છે. જેમાં દર્શાવાયા મુજબ પ્રલય થવા પૂર્વે બનનારી ઘટનાઓ પૈકી, યાજુજ માજુજ કોૈમના લોકો તબાહી-જૂલ્મ આચરશે, એક ઇમામ જાહેર થશે સહિત ઘણી ઘટનાઓ ભવિષ્યમાં બનશે તેની ઘણી જ વિગતો પયગંમ્બરી ભવિષ્યવાણીઓમાં જોવા મળે છે. પ્રલય તો તે બાદ માં સર્જાશે. પણ પ્રલય કયારે સર્જાશે? તેનો આધાર કોઇ પણ ધર્મ પુસ્તકોમાં પણ જોવા મળતો નથી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
