<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

અમદાવાદમાં સુભાષબ્રિજના સ્થિતિનું મૂલ્યાંકન કરવા કવાયત : વડોદરાની એજન્સી બાદ હવે સુભાષબ્રિજ પર ડ્રોન સરવે કરાયો

સેન્સર દ્વારા બ્રિજની તિરાડ, સ્પાન અને ઉપરના હિસ્સાનું રેકોર્ડિંગ લેવામાં આવશે. ત્રણ દિવસ સુધી ડ્રોન સર્વે ચાલુ રહેશે

અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજના પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા એએમસી એક્શનમાં આવી છે. વડોદરાની એજન્સી બાદ હવે સુભાષબ્રિજ પર ડ્રોન સરવે કરવામાં આવ્યો છે, જે ઝારખંડ અને બિહારના બ્રિજ સર્વેના અનુસંધાનમાં કરવામાં આવે છે. આ સરવે AI ટેકનોલોજીની મદદથી બ્રિજની 3D ઈમેજ તૈયાર કરવામાં આવશે. સેન્સર દ્વારા બ્રિજની તિરાડ, સ્પાન અને ઉપરના હિસ્સાનું રેકોર્ડિંગ લેવામાં આવશે. ત્રણ દિવસ સુધી ડ્રોન સર્વે ચાલુ રહેશે અને 10 દિવસમાં 3D મેપિંગ રિપોર્ટ તૈયાર કરીને AMCને રજૂ કરવામાં આવશે.


 

(6:36 PM IST)