<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભમાં ૫,૨૫,૦૦૦ કેન્યા શિલિંગનો ચેક કેન્યા સોસાયટીના બહેરા બાળકો માટે અર્પણ કરાયો.....

વિશ્વશાંતિ માટે ભવ્ય રેલી યોજાઇ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ નાઈરોબી, શ્રી સ્વામિનારાયણ મંદિર, પાર્કલેન્ડ શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભમાં કેન્યા સોસાયટીના બહેરા બાળકોને માટે પ,૨૫,૦૦૦ કેન્યા શિલિંગ નો દાનનો ચેક પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ તથા પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી ઓફ રીપબ્લીક ઓફ કેન્યા, H.E. WYCLIFFE MYSALIA MUDUWADI એ સોસાયટીના ચેરમેન Mr. Geoffery Waithgo તથા મેમ્બર Mr. Francis Muiruri Nganga Ogw ને અર્પણ કરાયો હતો.

H. E. MUDUWADI એ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની ધાર્મિક ઉપરાંત સામાજિક રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવું છું.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ મહોત્સવની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે મહાપૂજા તથા ભવ્ય વિશ્વશાંતિ રેલી શહેરમાં નીકળી હતી જે સ્પ્રિંગ વેલી, સોલર કાબેટા રોડ, વામબુગુ રોડ, લીમુરૂ રોડ થઈ ૨ પાર્કલેન્ડના શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી.

બાળકોને સંસ્કાર સિંચન માટે એવોર્ડ એનાયત કરાયા, ફુલદોલોત્સવ અંતર્ગત ઠાકોરજીને ફુલોમાં ગરકાવ કરી વધાવ્યા હતા. ભવ્ય ઓપનીંગ સેરેમનીમાં યુ.એસ.એ, કેનેડા, ભારત, ટ્રાન્ઝાનિયા, યુગાન્ડા, રવાન્ડા વિગેરે દેશના રાષ્ટ્રધ્વજ લહેરાયા હતા તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્યની પૂણાર્હુતિ પણ કરાઈ હતી.

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત આચારસંહિતારૂપ સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રીમાં જણાવ્યાનુસાર દરેકે તેનું પાલન કરવું અને વ્યસન ફેશનથી દૂર રહેવું.

સંસ્કાર, સત્સંગ અને શિક્ષિતથી દિક્ષિત મનુષ્યના જીવનમાં શોભા વધે છે.

મહોત્સવના યજમાન ઘનશ્યામભાઈ જશભાઈ પટેલ પરિવાર તથા શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, નાઈરોબીના સમગ્ર સભ્યોએ સેવા પ્રદાન કરી હતી.

મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી

(6:04 PM IST)