<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

૧૯૬ સરકારી શિક્ષકોને આચાર્ય કક્ષાએ બઢતીઃ વર્ગ-રના ર૦૦ અધિકારીઓની બદલીઃ જિલ્લા પંચાયતના વાણવી જુનાગઢ મૂકાયા

શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને શિક્ષણ નિરીક્ષક યોગેશ ભટ્ટ, બિનાબેન કતિરા વગેરેની બદલી

રાજકોટ, તા. ર૬: રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક અને માધ્‍યમિક શાળાઓમાં મદદનીશ શિક્ષક  વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા ૧૯૬ શિક્ષકોને શિક્ષણ સેવા વર્ગ-ર માં આચાર્ય કક્ષાએ બઢતી આપવામાં આવી છે. ઉપરાંત વર્ગ-ર ના ર૦૦ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે.

ભુપગઢના જયેશપરી ગોસ્‍વામીને બાઇસાહેબા હાઇસ્‍કુલમાં આચાર્ય તરીકે, કુવાડવાના સિધ્‍ધરાજસિંહ રાઠોડને પારેવાડા શાળામાં આચાર્ય તરીકે, જસદણની મોડેલ સ્‍કુલના નેહા મુકેશભાઇને શિવરાજપુર શાળામાં આચાર્ય તરીકે મુકવામાં આવ્‍યા છે.

વર્ગ-ર ના જે અધિકારીઓની બદલી થઇ છે તેમાં હળવદના ખેતરડી શાળાના આચાર્ય અલ્‍પેશ પરમારને રાજકોટ કરણસિંહજી હાઇસ્‍કુલમાં આચાર્ય તરીકે, જસદણની હાથસણી શાળાના દિપ્તીબેન જોષીને હડાળા શાળામાં નિયુકત કરવામાં આવ્‍યા છે. જુનાગઢના નાયબ શિક્ષણાધિકારી રમેશ જેઠવાને રાજકોટમાં શાસનાધિકારી (શિક્ષણ સમિતી), ગુંદાળા શાળાના ભાવનાબેન અગ્રાવતને નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી રાજકોટ, રેવાણીયા શાળાના ભાશાબેન ઠાકરને ધોરાજી કન્‍યા શાળામાં આચાર્ય, રાજકોટ ડીઓ કચેરીના બિનાબેન કતીરાને લોઠડા શાળામાં આચાર્ય તરીકે, જિલ્લા પંચાયતના નાયબ શિક્ષણાધિકારી ડો. અશોક વાણવીને જુનાગઢ એજ જગ્‍યા પર નિયુકત કરવામાં આવ્‍યા છે. ઠિકરીયાળી શાળાના આચાર્ય ડો. સુરેશ પાડલીયા ને કમરીબાઇ હાઇસ્‍કુલ જેતપુરમાં, રાજકોટ ડીઇઓ કચેરીના નિરીક્ષક યોગેશ ભટ્ટને તળાજાના મથાવડાની શાળામાં આચાર્ય તરીકે નિમણુંક આપવામાં આવી છે. રાજકોટના શાસનાધિકારી કિરીટસિંહ પરમારની પડધરીના ઇશ્વરીયા ખાતે આરએમએસએ શાળાના આચાર્ય તરીકે નિમણુંક થઇ છે

(4:04 PM IST)