તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th December 2025
શુક્લા ગ્રુપ, શુક્લા વેલ્થ સહિત ૨૬ કંપનીઓ ઊભી કરી ૧૨૬ કરોડથી વધુના ફ્રોડઃ મુળ ગીર સોમનાથ જિલ્લાનો ધનો સકંજામાં
અગાઉ પાંચ આરોપી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો વોન્ટેડ ઇન સુરત અભિયાન હેઠળ પકડાયાના પગલે પગલે ઐતિહાસિક સફળતા મળી : સીપી, જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ હેઠળની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૨૬: નો વોન્ટેડ ઇન સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના અભિયાનને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા અને તેમના નેતળત્વ હેઠળની ટીમ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું હોય તેમ આ અભિયાનમાં મોટું નેટવર્ક ધરાવતા ડીસીપી અને તેમની ટીમને ગુજરાતના ઇતિહાસની મોટી સફળતા પૈકીની એક મોટી સફળતા મળી છે.
શુકલ ગ્રુપ, શુકુલ શોબિઝ, શુકુલ વેલ્થ એડવાઈઝરી, શુકુલ ઈન્ફા, શુકુલ ફાર્મા, મની ફાઉન્ડર વિગેરે નામની-૨૬ કંપનીઓમાં હજારો લોકોનાં ઈન્વેસ્ટમેન્ટના નામે કુલ ૧૨૬ કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડીનાં ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ ને સફળતા મળી છે.
ચોક્કસ બાતમી હકિકત આધારે ઈચ્છાપોર આગમન રેશીડેન્સી પાસેથી ૧૨૬ કરોડથી વધુ રૂપિયાના છેતરપીંડીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ધનંજય ઉર્ફે ધનો S/O ભીખુભાઈ બારડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ગુનાની હકિકત- આ કામે શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ એડવાઇઝરી અને શુકુલ વેલ્થક્રિએટર એલ.એલ.પી. કંપનીના અધ્યક્ષ (પ્રોપરાઇટર) (૧) પ્રદિપ શુક્લા ઉર્ફે મુન્ના શુકુલ (૨) દેવેશ સુરેન્દ્ર તિવારી (૩) ધનંજય ભીખુભાઇ બારડ (૪) સંદિપકુમાર મનુભાઇ પટેલ તથા કંપનીનુ માર્કેટીંગનું કામ કરતા (૫) વિમલભાઇ ઇશ્વરભાઇ પંચાલ (૬) મયુરભાઇ ઘનશ્યામભાઇ નાવડીયા અને (૭) હેપ્પી કિશોરભાઇ કાનાણી નાઓએ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી પોતાના કાવતરાના ભાગ સ્વરૂપે છેતરપીડી અને વિશ્વાસઘાત કરવાનો પોતાનો એક સમાન ઇરારો પાર પાડવાના હેતુથી ફરીયાદી તથા અન્ય સાહેદોને લલચામણી અને લોભામણી વાતો કરી મહીને પ્રોફીટ સ્વરૂપે કરેલ રોકાણ પર ૪ ટકા જેટલુ વળતર આપવાનું કહી, અલગ અલગ સ્વરૂપે કરેલ રોકાણના ફાયદાની સ્કીમો સમજાવી કંપનીમાં રોકાણ કરવાનુ કહી ફરીયાદીશ્રી પાસેથી રૂપિયા ૩,૩૦,૦૦૦/-તથા અન્ય અસંખ્ય સાહેદો પાસેથી કુલ રૂપિયા ૧૨૬ કરોડથી વધુનું રોકાણ કરાવી,પ્રોફિટ કે રોકેલા રૂપિયા પણ પરત નહી આપી પોતાની ઓફીસ બંધ કરી નાશી જઈ ગુનો કરેલ જે બાબતે સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
