<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ગુજરાતમાં ફરી ‘માવઠા'નો ખતરોઃ નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણ પલટાશે

સૌરાષ્ટ્ર કચ્‍છમાં થર્ટી ફર્સ્‍ટ અને ન્‍યુ યર માં હળવા માવઠાની શક્‍યતાઃ રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્‍ચે હવે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આફત મંડરાઈ રહી છે. હવામાન નિષ્‍ણાત રમેશભાઈ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) ની આગાહી મુજબ, આગામી ૩૧ ડિસેમ્‍બર અને ૧ જાન્‍યુઆરી દરમિયાન રાજ્‍યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્‍યતા છે.

૨૮ ડિસેમ્‍બરની આસપાસ ઉત્તર ભારતના પહાડી વિસ્‍તારોમાં એક મધ્‍યમથી સક્રિય વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેશે. આ સિસ્‍ટમ્‍સની અસરને કારણે ૩૧ ડિસેમ્‍બર આસપાસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને પヘમિ સૌરાષ્ટ્ર અને કચ્‍છના અમુક વિસ્‍તારોમાં ૩૧ ડિસેમ્‍બર અને ૧ જાન્‍યુઆરીએ હળવું માવઠું થવાની શક્‍યતા છે.

 હાલમાં એક પછી એક (બેક ટુ બેક) વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવવાને કારણે લઘુત્તમ તાપમાનમાં વધ-ઘટ જોવા મળશે. અત્‍યારે તાપમાન ૧૩ ડીગ્રીથી ૧૫ ડીગ્રી અને મહત્તમ ૩૦ ડીગ્રી આસપાસ રહેવાની શક્‍યતા છે. આગાહી મુજબ, ૨૬ ડિસેમ્‍બરથી ૩૦ ડિસેમ્‍બર સુધી પવન મુખ્‍યત્‍વે ઉત્તર-પૂર્વ દિશાનો રહેશે. જોકે, ૩૧ તારીખે મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ  સિસ્‍ટમ્‍સ સક્રિય થતા પવનની દિશામાં ફેરફાર થશે, જે રાજ્‍યમાં ભેજ લાવશે અને માવઠા માટે અનુકૂળ પરિસ્‍થિતિ ઉભી કરશે.

(10:28 AM IST)