<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ગોરાની એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કુલની હોસ્ટેલમાં રહેતા વિધાર્થીએ ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :  નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કુલની હોસ્ટેલમાં રહેતા વિધાર્થીએ ફાંસો ખાવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

     મળતી માહિતી મુજબ ઉમેદભાઇ મણીલાલભાઇ તડવી (રહે.ઓરપા તા.ગરૂડેશ્વર )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પુત્ર ધનંજય ઉમેદભાઇ તડવી (ઉ.વ.૧૨ ) ( રહે.ઓરપા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કુલ ગોરા ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય અને તેઓ તા.૧૧/૧૨/૨૦૨૫ તેઓની તબિયત નાદુરસ્ત થતા તેની માતા તથા તેઓનો મોટો ભાઇ સ્કુલમાંથી રજા લઇ ઘરે લઇ ગયેલ ત્યારબાદ સ્વસ્થ થતા ધનંજયના પિતા તેને એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કુલ ગોરા ખાતે મુકી આવેલ ત્યાં હોસ્ટેલમાં ધનંજયે ગળે ફાંસો ખાવાની કોશિષ કરતા હોસ્ટેલના વોર્ડન વિક્રમકુમાર નાઓ પ્રાથમિક સારવાર કરાવવા એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે લઇ આવ્યા બાદ હાલ સારવાર ચાલુ હોય સલામતી પોલીસે તપાસ હાથ ધરી છે. .

(9:57 PM IST)