તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
સુરત ભટાર ચોકી વિસ્તારમાં 14માં માળેથી એક માતાએ પોતાના 5 વર્ષના બાળક સાથે ઝંપલાવ્યુ: બાળકનું મોત : મહિલા ગંભીર
સુમન અમૃત આવાસમાં મહિલાએ ૧૪માં માળેથી કુદતા તે કાર પર પડી હતી જેને લઈને કારનો કાચ પણ તૂટી ગયો

સુરતમાં ભટાર ચોકી વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં 14માં માળેથી એક મહિલાએ પોતાના 5 વર્ષના બાળક સાથે ઝંપલાવ્યું હતું જેમાં ગંભીર ઈજાના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે જયારે મહિલાની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભટાર ચોકી વીસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં આ ઘટના બની છે. અહી 14માં માળેથી એક મહિલાએ પોતાના 5 વર્ષના બાળક સાથે ઝંપલાવી દીધું હતું. આ ઘટનામાં નીચે પટકાતા બાળકનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જયારે મહિલાની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. હાલ પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ થઇ શકી નથી. મહિલાએ ૧૪માં માળેથી કુદતા તે કાર પર પડી હતી જેને લઈને કારનો કાચ પણ તૂટી ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં રહીશો પણ એકઠા થઇ ગયા હતા. પોલીસે મહિલાની ઓળખ કરવા સાથે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ખટોદરા પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે ખટોદરા વિસ્તારના ભટાર ચોકી વિસ્તારમાં સુમન આવાસ છે ત્યાં સવારે 10 વાગ્યે પોલીસને કોલ આવતા પોલીસ ઘટના સ્થળે પહોચતા જાણવા મળ્યું હતું કે એક મહિલા છે જેની ઓળખ થઇ શકી નથી તે મહિલા પોતાના 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14માં માળેથી જંપ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે મહિલા ક્રીટીકલ કંડીશનમાં હોય તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાએ પોતાના બાળક સાથે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું લાગી રહ્યું છે, પરંતુ હાલ મહિલા કોણ છે અને તેની ઓળખ કર્યા બાદ તપાસના અંતે બનાવ પાછળનું કારણ સામે આવી શકશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
