તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
દીવાન બલ્લુભાઈ ટુર્નામેન્ટમાં હીરામણી શાળા વિજેતા

રાજકોટઃ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-૧૯ (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. સી. એન. વિદ્યાલયે પ્રથમ દાવમાં ૭૯.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૩૦૮ રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે ૨૪ ઓવરમાં ૮૪ રન આપી ૫ વિકેટ લીધી અને નીલ પુરાનીએ ૧૩ ઓવરમાં ૭૬ રન આપીને ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૧૨૦ ઓવરમાં ૧૦ વિકેટે ૫૫૨ રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે ૨૮૬ બોલમાં ૩૪૪ રન કર્યા જેમાં ૩૬ ચોગ્ગા અને ૧૧ છગ્ગા માર્યા હતા. કથન પટેલે ૨૧૯ બોલમાં ૧૦૧ રન અને શિવમ પટેલે ૯૨ બોલમાં ૪૬ રન કર્યા હતાં. સી. એન. વિદ્યાલયે બીજા દાવમાં ૪૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૬ રન કર્યા હતાં. વિજેતાઓને સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
